દક્ષિણ ગુજરાત માટે સુરતમાં હાઈકોર્ટની બેન્ચ માટે માંગણી
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૮ ઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના દક્ષિણ ગુજરાત ના આઠ સભ્યો દ્વારા દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને ચાલીસ તાલુકા ની જનતા માટે દક્ષિણ ગુજરાતના મધ્ય માં આવેલ સુરત મુકામે નામદાર ગુજરાત હાઇકોર્ટ ની બેન્ચ મેળવવા માટે માંગ પ્રબળ બની છે. જે માટે ની રૂપરેખા તૈયાર કરવા તથા બધાના અભિ-ાયો મેળવવા માટે ગત તારીખ ૦૭/૦૯/૨૦૨૬ ને રવિવાર ના રોજ કામરેજના ઍક રિસોર્ટમાં ઍક સંકલન સમિતિની મિટિંગ થઇ હતી. જેમાં દક્ષિણ ગુજરાતના તમામ તાલુકા તથા તમામ જિલ્લા ની કોર્ટમાં કાર્યરત તમામ બાર ઍસોસિયેશન માંથી તમામ પ્રમુખો સાથે પાંચ પાંચ હોદ્દેદારો ઉપસ્થિત રહ્ના હતા અને ઍક સુરે દક્ષિણ ગુજરાત ના સુરત મુકામે હાઇકોર્ટ ની બેન્ચ મેળવવા માટે ઍકજુથ થઇ અવાજ ઉઠાવ્યો હતો.
આ તબ્બકે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના દક્ષિણ ગુજરાત ના આઠ સભ્યો પણ ઉપસ્થિત રહ્ના હતા. આ પ્રસંગે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય પી. ડી. પટેલે જણાવ્યું હતું કે સમગ્ર ભારતના ઘણા રાજ્યોમાં ઍક થી વધુ હાઇકોર્ટની બેન્ચ કાર્યરત છે જ તે જ રીતે ગુજરાતના પાડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર માં ચાર , મધ્યપ્રદેશ માં બે અને રાજસ્થાન માં બે હાઇકોર્ટ ની બેન્ચ કાર્યરત છે.
હાલમાં ગુજરાતમાં અમદાવાદ મુકામે હાઇકોર્ટ આવેલ હોય મહારાષ્ટ્ર ની હદ પર આવેલ ઉમરગામ તથા કપરાડા સહિતના દક્ષિણ ગુજરાતની જનતાને અમદાવાદ સુધી ન્યાય મેળવવા માટે દોડવું પડે છે. સરકાર નો અભિગમ છે કે લોકો ને ઘર આંગણે ન્યાય ૅ મળે તે હેતુથી પણ સુરત મુકામે હાઇકોર્ટની બેન્ચ સ્થાપિત થાય તો દક્ષિણ ગુજરાત ની જનતા ને ન્યાય મેળવવા માટે છેક અમદાવાદ સુધી જવું નહિ પડે. દક્ષિણ ગુજરાત ના સભ્યો ની આગેવાની માં સુરત મુકામે હાઇકોર્ટ ની બેન્ચ મેળવવા માટે ઍકસંપ થઇ નીર્ધાર કરી આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ તથા નામદાર ગુજરાત હાઇકોર્ટ તેમજ રાષ્ટ્રપતિ તથા રાજ્યપાલ તેમજ ગુજરાત સરકારને જોરદાર અસરકારક રજૂઆત કરવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો.
