ન્યુ ઉમરગામ સ્ટેશનથી ન્યુ સફાલે સુધીના ફ્રેઇટ કોરિડોરનો આરંભ
- byDamanganga Times
- 09 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૮ ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઍ વડોદરાથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આજે રૂ. ૩૫ હજાર કરોડના વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાપર્ણના વિકાસ કામોની ભેટ ધરી હતી. જેના ભાગરૂપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીઍ ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના ત્રણ મહત્વપૂર્ણ ખંડોનો શુભારંભ કરી દેશના કુલ ૨૮૦૦ કિમીના ફે્ઇટ કોરિડોરનો પ્રોજેકટ દેશને સમર્પિત કર્યો હતો.
આજે વડાપ્રધાનના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રૂ. ૨૦ હજાર ૭૦૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા ન્યુ સાણંદ(નોર્થ) – ન્યુ મકરપુરા, ન્યુ ઉમરગામ- ન્યુ સફાલે અને ન્યુ સફાલે - ન્યુ જેઍનપીટીના ડેડિકેટડ ફ્રેઇટ કોરિડોરના ૩૨૬ કિમી.ના સેકશનન પર માલગાડીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી આ સેકશનોનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જિલ્લાના ન્યુ ઉમરગામ સ્ટેશન ખાતે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલ, ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકર અને ડીઍફસીસીઍલના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.
જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેને આ પ્રસંગે જણાવ્યું કે, દેશના દૂરંદેશી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું દેશને વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારત દેશને વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારત બનાવવાનું જે સ્વપન છે તેમના સપનાને સાકાર કરવામાં આપણે પોતે સહભાગી થઇઍ. વલસાડ જિલ્લામાં હવેથી માલગાડીનો અલગ ટ્રેક શરૂ થતાં પેસેન્જર ટ્રેનોના આવાગમનમાં સમયની બચત થશ. ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે આ અવસરે જણાવ્યુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વર્ષ ૨૦૦૨ માં ગુજરાતના ઔદ્યોગિક વિકાસ માટે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી દેશના અને વિદેશના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં રોકાણ કરાવી ગુજરાતના વિકાસની રાહ પકડી જે તેમણે વર્ષ ૨૦૧૪ માં વડાપ્રધાન બન્યા પછી દેશના દરેક ક્ષેત્રમાં વિકાસની નવી કેડી કંડારી છે. આજે ન્યુ ઉમરગામ સ્ટેશનથી ન્યુ સફાલે સુધીના ફે્ઇટ કોરિડોરનો શુભારંભ કરાવી માલગાડી માટે અલગ ટ્રેક તૈયાર થતા પેસેન્જર ટ્રેનો પણ સમયસર પોતાના ગંતવ્ય સ્ટેશન તરફ પહોંચશે. ઉમરગામ ખાતે આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન, ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ સંતોષભાઈ, નગરપાલિકા પ્રમુખ ખુશ્બુબેન જાદવ, પ્રભારી પરેશભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ ડૉ. નિરવ શાહ, શહેર ભાજપ પ્રમુખ મયંકભાઈ પ્રેસવાલા, પડ્ઢિમ રેલવેના અધિકારીઓ, ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશનના સેક્રેટરી શ્યામ વિઝન, ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ, સોળસુંબા સરપંચ બળદેવભાઈ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડીઍફસીસીના ઍકઝીકયુટીવ ડાયરેકટર પી. સી. પાંઙેઍ કર્યુ હતુ, જયારે પ્રોજેકટની રૂપરેખા ડીઆરઍમ પંકજસિંઘે આપી હતી. આ પ્રસંગે ઍડીઆરઍમ યશપાલ કુમાર તથા ડીઍફસીસીના સીપીઍમ પવનકુમાર તેમજ ડીઍફસીસીના અવધેશ શ્રીવાસ્તવ તેમજ ઉમરગામ તાલુકાના મામલતદાર અને ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ખૂશબૂ જાધવ તેમજ ઉમરગામના નગરજનો હાજર રહ્ના હતા.
