વડાપ્રધાન મોદી આજે વડોદરા અને નવસારીની મુલાકાતે
- byDamanganga Times
- 08 September, 2026
અમારા પ્રતિનિધિ તરફથી,
અમદાવાદ,તા.૭ ઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ૮મી, સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્ના છે. આ દરમિયાન તેઓ વડોદરાના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે યોજાનારા કાર્યક્રમમાં રૂ. ૩૫,૨૦૦ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ફલેગ ઑફ કરશે. તેમાં રૂ.૩૨,૬૦૬ કરોડથી વધુના કેન્દ્ર સરકારના તથા રૂ. ૨,૫૯૭ કરોડથી વધુના રાજ્ય સરકારના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. વડોદરા બાદ વડાપ્રધાન મોદી નવસારીની પણ મુલાકાત લેશે. વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. કેન્દ્ર સરકારના રૂ. ૩૨,૬૦૬ કરોડથી વધુના વિકાસ કાર્યોમાં નેશનલ હાઈવેઝ ઑથોરિટી ઑફ ઈન્ડિયા ના રૂ. ૧,૮૪૦.૫૫ કરોડના પ્રોજેક્ટ્સ સામેલ છે.
ફણ્ખ્ત્ હેઠળ ખાતમુહૂર્ત થનારા પ્રોજેક્ટ્સમાં ફણ્-૪૮ના વડોદરા-સુરત સેક્શનમાં તાપી અને નર્મદા નદી પરના મુખ્ય પુલ સહિતના માળખાંનું રૂ. ૯૦૭.૩૯ કરોડના ખર્ચે નિર્માણકાર્ય, કામરેજ-ચલથાણ સેકશનના છ માર્ગીય કેરેજવેનું રૂ. ૬૮૬.૧૫ કરોડનું કામ તથા ફણ્-૫૩ પર આભવા, મીંઢોળા અને ખજોદ જંકશન ખાતે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું રૂ. ૧૮૭.૧૧ કરોડના ખર્ચે નિર્માણકાર્યનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ફણ્-૪૮ પર કંડારી ચોકડી અને લુવારા પાટિયા ખાતે રૂ. ૫૯.૯૦ કરોડના ખર્ચે નિર્મિત છ માર્ગીય ફલાયઓવરનું લોકાર્પણ કરવામાં આવશે. ભારતીય રેલવે હેઠળ રૂ. ૩૦,૭૬૬ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત થશે.
રૂ. ૨૦,૭૦૩ કરોડના ખર્ચે વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ષ્ઝ઼જ્ઘ્)ના ત્રણ વિભાગો (૧) ન્યૂ સાણંદ (ફ)–ન્યૂ મકરપુરા (૧૩૮ કિ.મી.) (૨) ન્યૂ ઉમરગામ–ન્યૂ સફાળે (૮૬ કિ.મી.) અને (૩) ન્યૂ સફાળે–ન્યૂ થ્ફભ્વ્ (૧૦૨ કિ.મી.)નું લોકાર્પણ કરવામાં આવશે. સાથે જ, રૂ. ૮,૮૮૫ કરોડના ખર્ચે વડોદરા-રતલામ વચ્ચે ૨૫૯ કિ.મી. લાંબા ત્રીજા અને ચોથા રેલવે ટ્રેકના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ ઉપરાંત, અન્ય રેલવે લાઇનોના ગેજ કન્વર્ઝન અને ડબલિંગના કામોનું લોકાર્પણ તેમજ વડોદરા-ટાંડા રોડ વચ્ચે નવી ટ્રેન અને ષ્ઝ઼જ્ઘ્ પર માલગાડીનું ફલેગ ઑફ પણ કરવામાં આવશે.
વડોદરા ખાતે ગુજરાત સરકારના રૂ. ૨,૫૯૭ કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ, ગૃહ વિભાગ, ત્પ્ઝ઼-ઞ્ત્ઝ઼ઘ્, પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ (ય્ઝ઼ઝ઼), પોર્ટ્સ અને ટ્રાન્સપોર્ટ વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, શહેરી વિકાસ વિભાગ તથા પાણી પુરવઠા વિભાગ હેઠળના વિવિધ વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ વિભાગ હેઠળ ગુજરાતને કુલ રૂ. ૯૧૬.૩૮ કરોડના ખર્ચે ૮ જેટલા પ્રોજેક્ટ્સની ભેટ મળશે. તેમાં રૂ. ૫૨૩.૫૯ કરોડના ખર્ચે વડોદરા રિંગ રોડના બીજા તબક્કાના નિર્માણનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી કચેરીના નિર્માણનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે.
