સેલવાસની લાયન્સ ઈંગ્લિશ સ્કૂલમાં શિક્ષક દિવસની ઉજવણી કરાઈ
- byDamanganga Times
- 08 September, 2026
સેલવાસ, તા.૦૭ ઃ ેલાયન્સ કલબ ઓફ સિલવાસા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાયન્સ ઈંગ્લિશ સ્કૂલ, શ્રીમતી દેવકીબા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઑફ કોમર્સ ઍન્ડ સાયન્સ અને હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઑફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચ દ્વારા સંયુક્ત રીતે લાયન્સ કેમ્પસ ખાતે શિક્ષક દિવસની હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય અધ્યક્ષ ફતેહસિંહજી ઍમ. ચૌહાણ ઉપસ્થિત રહ્ના હતા. તેમની સાથે સંયુક્ત સેક્રેટરી જયેન્દ્રસિંહ રાઠોડ, કોષાધ્યક્ષ વિશ્વેશ દવે, સંયુક્ત કોષાધ્યક્ષ હીરાભાઈ પટેલ, મેનેજિંગ કમિટી સભ્ય અભિષેકસિંહ ચૌહાણ, શાળાના આચાર્યા નિરાલી પારેખ, ઉપઆચાર્યાઓ પારુલ ગુા, મમતા નગરકોટી, દેવકી બા મોહનસિંહજી ચૌહાણ કોલેજ ઓફ કોમર્સ ઍન્ડ સાયન્સના પ્રાચાર્યા ડૉ સીમા પીલ્લઈ,ઉપપ્રાચાર્યા જ્હાનવી આરેકર, હવેલી ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીગલ સ્ટડીઝ ઍન્ડ રિસર્ચના પ્રાચાર્યા ડૉ શિલ્પા તિવારી પ્રાધ્યાપકગણ, શિક્ષકગણ તેમજ બિનશૈક્ષણિક સ્ટાફના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોને રોપાઓ અર્પણ કરીને ઍક અનોખી અને અર્થસભર રીતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું. ઉજવણીને આગળ વધારતાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. નૃત્ય, સંગીત અને અન્ય મનમોહક પ્રસ્તુતિઓથી સમગ્ર વાતાવરણ ઉત્સાહ અને આનંદથી ભરાઈ ગયું. વિદ્યાર્થીઓની પ્રસ્તુતિઓમાં તેમના શિક્ષકો પ્રત્યેનો પ્રેમ, આદર અને કૃતજ્ઞતા સુંદર રીતે પ્રતિબિંબિત થઈ. આ ઉપરાંત મનોરંજક પ્રવૃત્તિઍ કાર્યક્રમમાં આનંદ અને ઉલ્લાસનો ઉમેરો કર્યો અને સૌ માટે આ પ્રસંગને યાદગાર બનાવ્યો. ઉજવણીની ઍક વિશેષ ક્ષણ તરીકે પ્રતિષ્ઠિત ગુરુરત્ન ઍવોર્ડ્સઁ ની જાહેરાત કરવામાં આવી. શિક્ષણ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વકની સેવા, સમર્પણ અને મૂલ્યવાન યોગદાન બદલ શિક્ષકોને આ સન્માન આપવામાં આવ્યું હતું.
