Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

બાલચોંડી અંબેમાતા કન્યા વિધાલયમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

બાલચોંડી અંબેમાતા કન્યા વિધાલયમાં વિજ્ઞાન પ્રદર્શન યોજાયું


કપરાડા, તા.૦૭ ઃ કપરાડા વિભાગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી અંબેમાતા કન્યા વિધાલય માં ધોરણ ૯ થી ૧૨ વિધાર્થીઓ ઍ ઉત્સાહભેર ભાગ લઈ ૪૬ થી વધુ વિવિધ વૈજ્ઞાનિક મોડલ અને પ્રોજેક્ટો ની કૃતિઓ પ્રદર્શનમાં મૂકવામાં આવી હતી.આ કાર્યક્રમમાં  ઉદ્ઘાટક તરીકે નાનાપોંઢા તાલુકા પંચાયતના પ્રમુખ મનીષાબેન પટેલ, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી ,કપરાડા ધારાસભ્ય અને શાળાના સ્થાપક જીતુભાઈ ચૌધરી, શાળા સંકુલના ડાયરેક્ટર હર્ષદભાઈ પટેલ, શાળા આચાર્ય જયદીપભાઈ મહેતા, મોટાપોંઢા કોલેજના પ્રાધ્યાપિકા અને પુસ્તક બરબ વલસાડના ચેરમેન ડૉ આશાબેન ગોહિલ, અશ્વમેઘ ગ્રુપના શાળા સંકુલના ડાયેક્ટર સહિત ટ્રસ્ટીઓની ઉપસ્થિતમાં વિજ્ઞાન પ્રદર્શનની કૃતિઓને નિહાળી બાળકો  સાથે સંવાદો કરી પ્રેરણા અને માર્ગદર્શ પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શન ની નિહાળવા આ વિસ્તાર ની ૧૭ જેટલી ૭ થી ૮ ની પ્રાથમિક શાળાઓ ના ૮૦૦ થી વધુ  બાળકો આવ્યા હતા.બાળકો માં વિજ્ઞાન પ્રત્યે ની અભિરુચિ વધે અને બાળકો માં વૈજ્ઞાનિક અભિગમ વિકસે તેવો પ્રયાસ શ્રી અંબેમાતા કન્યા વિધાલય બાલચોંડી દ્વારા પૂરો પ્રયત્ન કરવા માં આવ્યો હતો. આ પ્રદર્શન નું નિષ્પક્ષ અને યોગ્ય  મૂલ્યાંકન થાય તેના માટે ૬ જેટલા નિર્ણાયકો ૬ થી ૮ ધોરણ ના ગણિત - વિજ્ઞાન ના  શિક્ષકો દ્વારા ખૂબ સારું મૂલ્યાંકન કરી વિભાગ પ્રમાણે ૧ થી ૩ ક્રમ આપી બાળકો માં રહેલી વૈજ્ઞાનિક વિચારધારા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ને વધુ વેગ આપ્યો હતો. આ કારક્રમ માં  નાનાપોંઢા ઍન આર રાઉત ના આચાર્ય વિનોદભાઈ રાઉત, શાળા ટ્રસ્ટી અને નાનાપોંઢા ચિરંજીવી હોસ્પિટલના સર્જન ડો દિવ્યેશભાઈ ચૌધરી, શાળા ટ્રસ્ટના મંત્રી ગુલાબભાઈ પટેલ, કોઠાર ગામ ના પૂર્વ તાલુકા પંચાયતના સભ્ય વિજયભાઈ ઍન પટેલ, પુસ્તક બરબ વલસાડ ના પ્રોજેક ચેરમેન હાર્દિકભાઈ ટંડેલ, આ વિસ્તારી ૧૭ વધુ પ્રાથમિક શાળાના આચાર્યો, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં  વિદ્યાર્થીઓ ઍ ભાગ લીધો હતો.