Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

વાપીની ઍલ.જી. હરિયા સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ

વાપીની ઍલ.જી. હરિયા સ્કૂલમાં જન્માષ્ટમીની ઉજવણી કરાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૭ ઃ  સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ વાપીની શ્રી ઍલજી હરિયા મલ્ટીપર્પઝ  સ્કૂલમાં પ્રિ -પ્રાઈમરી વિભાગ દ્વારા શ્રીકૃષ્ણ જન્મ મહોત્સવ ની પારંપારિક ઢબ થી જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત શ્રીકૃષ્ણની મંગલ મય આરતીથી કરવામાં આવી, પ્રી પ્રાઇમરી શાળાના નાના નાના ભૂલકાઓ શ્રી કૃષ્ણ અને રાધાની વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા. નાના ભૂલકાઓનાં આનંદ અને ઉત્સાહથી શાળાનું પરિસર ગોકુળમય બની ગયું તથા પ્રી પ્રાઇમરી શાળા ના વિદ્યાર્થીઓ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો, નાના બાળકોઍ નાચ ગાન અને આનંદ સાથે જન્માષ્ટમીની મટકી ફોડી શિક્ષક દ્વારા તેઓને જન્માષ્ટમી નું મહત્વ સમજાવવામાં આવ્યું. તેમજ શાળાના હાયર સેકન્ડરી વિભાગ દ્વારા શાળાના ૪ હાઉસ વચ્ચે ઇન્ટર  હાઉસ મટકી ફોડ કોમ્પિટિશનમાં ઈન્ટર હાઉસ  બોયઝ અને ઇન્ટરહાઉસ ગર્લ્સ ની સ્પર્ધા  યોજવામાં આવી હતી. શાળાના આકાશ, પવન,અગ્નિ અને પૃથ્વી આ ચાર હાઉસમાં આકાશ હાઉસ બોયઝની ટીમ અને ગર્લ્સ ટીમ બંને ને જીત હાંસલ થઈ છે. તમામ વિજેતા વિદ્યાર્થીઓને શ્રી કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશનના ચેરમેન ઍ.કે.શાહ અને મેનેજિંગ ટ્રસ્ટી  બિમલ હરિયા અને શાળાના આચાર્ય  બીન્ની પોલ તથા સ્ટાફવતી અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.