Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

વાપીની આર. કે. દેસાઈ કોલેજમાં શિક્ષક દિવસ ઉજવાયો

વાપીની આર. કે. દેસાઈ કોલેજમાં શિક્ષક દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ આર. કે. દેસાઈ ગ્રુપ ઓફ કૉલેજીસ, વાપીમાં ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે ‘શિક્ષક દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરવામાં આવી. ત્યારબાદ કોલેજ કેમ્પસના સર્વ આચાર્યશ્રીઓઍ શિક્ષક દિવસ નિમિત્તે વક્તવ્ય આપી કોલેજના સમગ્ર વિદ્યાર્થીઓને આશીર્વચનો પાઠવ્યા હતા. ત્યારબાદ ‘શિક્ષકનું મહત્વ’ દર્શાવતું સુંદર નાટક, ગુરુનું મહાત્મ્ય દર્શાવતું સ્વાગત ગીત, વક્તવ્ય વગેરે વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યા હતા, જે સૌ વિદ્યાર્થીઓઍ ખૂબ જ ઉત્સાહપૂર્વક નિહાળ્યા હતા. કાર્યક્રમના અંતે તમામ -ાધ્યાપકો તથા વિદ્યાર્થીઓઍ પોતાના આશીર્વચનો તથા અનુભવો રજૂ કર્યા અને આ રીતે કાર્યક્રમનો સુંદર અને જ્ઞાનસભર અંત થયો.
સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન આર. કે. દેસાઈ પરિવારની સાંસ્કૃતિક કમિટીના સભ્યો પ્રો. અભિષેક પટેલ અને પ્રો. નેહા પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સુંદર આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન મિલન દેસાઈ, કેમ્પસ ડાયરેક્ટર ડૉ. મિત્તલ શાહ, તેમજ કોલેજના સર્વ આચાર્યે અને અધ્યાપકોઍ આનંદ વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.