Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

વાપીની સમર્પણ જ્ઞાન સ્કુલમાં શિક્ષક દિવસ ઉજવાયો

વાપીની સમર્પણ જ્ઞાન સ્કુલમાં શિક્ષક દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૭ ઃ વાપી સ્થિત સમર્પણ જ્ઞાન સ્કૂલ ખાતે લાયન્સ ક્લબ ઓફ વાપી તરંગીની અને સમર્પણ જ્ઞાન સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના શિક્ષકોનું સન્માન કરી તેમના પ્રત્યે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. શિક્ષકોને પ્રમાણપત્ર, પુષ્પગુચ્છ તથા સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓઍ શિક્ષકની ભૂમિકા ભજવી શાળાનું શૈક્ષણિક સંચાલન સંભાળ્યું હતું.
વિધાર્થીઓઍ શિક્ષક બનીને વર્ગખંડમાં પાઠ ભણાવી શિક્ષક તરીકેની જવાબદારી અને પડકારોનો અનુભવ મેળવ્યો હતો. શિક્ષકોના આનંદ અને મનોરંજન માટે વિવિધ મનોરંજક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિક્ષકોઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમની મજા માણી હતી. કાર્યક્રમમાં સ્કૂલ ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મુકેશ પટેલ, સ્કુલ ચેરપર્સન લાયન હીના પટેલ શાળાના આચાર્યા લાયન પાર્વતી પિઠાની, લાયન્સ ક્લબ ઓફ વાપી તરંગીનીના પ્રમુખ લાયન તાણવી પટેલ તથા લાયન્સ ક્લબના પ્રતિનિધિઓ અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્ના હતા.  અંતે શાળાના સંચાલક મંડળ અને આચાર્યશ્રીઍ તમામ શિક્ષકોને શિક્ષક દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.