Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

વલસાડ, દમણ અને દાનહ કેટરિંગ ઍસોસિઍશનની બેઠક મળી

વલસાડ, દમણ અને દાનહ કેટરિંગ ઍસોસિઍશનની બેઠક મળી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ વલસાડ જિલ્લા-દમણ-દાદરા-નગરહવેલી કેટરિંગ ઍસોસિઍશનની મહત્વપૂર્ણ બેઠક આજે યોજાઈ હતી, જેમાં જિલ્લાના કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા સભ્યો ઉપસ્થિત રહ્ના હતા. આ બેઠકમાં કેટરિંગ ક્ષેત્રમાં ઍકતા, પરસ્પર સહકાર, વ્યવસાયિક શિસ્ત, સ્વચ્છતા, ગુણવત્તા અને સભ્યોના હિત અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. કેટરિંગ ક્ષેત્રને વધુ સંગઠિત અને વ્યવસ્થિત બનાવવા માટે વર્ષ ૨૦૨૬–૨૦૨૮ માટે નવી ટીમની રચના કરવામાં આવી તેમજ ઍસોસિઍશન દ્વારા કેટરિંગ વ્યવસાય માટે જરૂરી નિયમો અને માર્ગદર્શિકા નક્કી કરવામાં આવી હતી.
નવી ટીમ  ૨૦૨૬–૨૦૨૮ ના વર્ષ માટે પ્રમુખ તરીકે   મનીષભાઈ શાહ – રંગોલી કેટરર્સ, વાપી ઉપપ્રમુખ હેમલભાઈ શાહ – મધુર કેટરર્સ, વલસાડ મંત્રી સુનીલભાઈ લાલન – અમી કેટરર્સ, વાપીસહ મંત્રી મનીષભાઈ શાહ – અંજન કેટરર્સ, સેલવાસ ખજાનચી વિનોદભાઈ શર્મા – શર્મા કેટરર્સ, વાપી સહ ખજાનચી યજ્ઞેશભાઈ બારોટ – અક્ષત કેટરર્સ, વલસાડની વરણી કરવામાં આવી હતી જ્યારે  કારોબારી સમિતિ માં ભાષિન દેસાઈ – સત્યમ કેટરર્સ, વલસાડ, મંગલભાઈ ભાનુશાલી – જય કેટરર્સ, વલસાડ લક્ષ્મણભાઈ માલી – અંજલિ કેટરર્સ, વલસાડ, પુનિતભાઈ કોટક – કૃષ્ણા કેટરર્સ, વાપી, સોનુભાઈ – મનીષ કેટરર્સ, વાપી, હર્ષલભાઈ દરજી – જય જલારામ કેટરર્સ,વાપી ની વરણી કરી છે.
સલાહકાર સમિતિ માં રીતેનભાઈ શાહ – રંગોલી કેટરર્સ, વાપીશરદભાઈ દોશી – ઋષભ કેટરર્સ, વાપી વસંતભાઈ ભાનુશાલી- જય કેટરર્સ, વલસાડને લેવામાં આવ્યા છે જ્યારે આ બેઠકમાં કેટરિંગ વ્યવસાયમાં ગુણવત્તા અને વ્યવસાયિક ધોરણો જળવાઈ રહે તે માટે નીચેના મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા, તમામ કેટરર્સે ઍકતા અને ભાઈચારાની ભાવના સાથે સાથે મળીને કામ કરવું,  ઍસોસિઍશન દ્વારા બનાવવામાં આવેલા તમામ નિયમોનું તમામ સભ્યો દ્વારા પાલન કરવું, નવી ટીમે વલસાડ જિલ્લાના તમામ કેટરર્સને સાથે લઈને કેટરિંગ વ્યવસાયને વધુ વ્યવસ્થિત, પારદર્શક અને ગુણવત્તાસભર બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ઍસોસિઍશનનો મુખ્ય ઉદ્દેશ કેટરર્સ વચ્ચે ઍકતા જાળવીને ગ્રાહકોને ઉત્તમ ગુણવત્તાની સેવા આપવી અને વલસાડ જિલ્લાના કેટરિંગ વ્યવસાયની પ્રતિષ્ઠાને વધુ ઊંચાઈઍ લઈ જવાનો રહેશે.