Damanganga Times.

Damanganga Times.

September 08, 2026

વલસાડના દિવ્યાંગ ખેલાડીઓઍ ૫ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ મેળવ્યા

વલસાડના દિવ્યાંગ ખેલાડીઓઍ ૫ ગોલ્ડ અને ૨ સિલ્વર મેડલ મેળવ્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૭ ઃ  જીવન ભારતી સ્કૂલ,ગાંધી સ્મૃતિ પાસે, નાનપુરા,સુરત માં  યોજાયેલ -થમ પેરા યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશીપ ૨૦૨૬ માં નેશનલ ઍસોસિઍશન ફોર ધી બ્લાઈન્ડ વલસાડના ૭ યોગાસન દિવ્યાંગ ખેલાડીઓઍ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં બ્ણ્-ખ્/ગ્, બ્લાઇન્ડ તથા ડેફ કેટેગરીમાં ૨૦ વર્ષ થી નીચે અને ૨૦ વર્ષથી ઉપરની વય જૂથ ની સ્પર્ધાઓ થઈ જેમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓથી પેરા યોગાસન સ્પોર્ટ્સ ના ખેલાડીઓઍ ભાગ લીધો,વલસાડ જિલ્લાની ૨૦ વર્ષથી ઉપરની બહેનોની વય જૂથમાં બ્લાઈન્ડ ખેલાડી સંજનાબેન પટેલે ગોલ્ડ મેડલ,લતાબેન ગાવિત સિલ્વર મેડલ, નેત્રહીન ભાઈઓમાં ૨૦ વર્ષથી ઉપરના વય જૂથમાં મેહુલભાઈ ચૌધરી ગોલ્ડ મેડલ, તેમજ નેત્રહીન બહેનોની ૨૦ વર્ષથી નીચેના વય જૂથમાં જાગૃતિબેન જાંજરે ગોલ્ડ મેડલ,નેત્રહીન ભાઈઓની ૨૦ વર્ષ થી નીચેની વય જૂથમાં સુનિલભાઈ ભુજાડે ગોલ્ડ મેડલ,હિરેન બસવા સિલ્વર મેડલ મેળવ્યા હતા જ્યારે શારીરિક ક્ષતિ ગ્રસ્ત બ્ણ્ ખ્/ગ્ કેટેગરીમાં ૨૦ વર્ષથી નીચે ભાઈઓની કેટેગરીમાં મીતકુમાર પટેલ શ્રેષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રા કર્યો હતો, વિજેતા ખેલાડીઓ આગામી સમયમાં નવી દિલ્હીમાં  આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાત રાજ્યનું ગૌરવ વધારશે.
 સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના સહયોગથી પેરા સ્પોર્ટ્સ ઍસોસિયેશન સુરત તથા ડિસ્ટ્રિક્ટ યોગાસન સ્પોર્ટ્સ ઍસોસિયેશન સુરત,ધ સોસાયટી ફોર ફિઝિકલ હેન્ડિકેપ સુરતા પેરા યોગાસન ઍકેડમીના સંયુક્ત સહયોગથી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.જી.વાય.ઍસ.ઍ.ના સેક્રેટરી જનરલ ઉમંગ ડોન અને વલસાડ જિલ્લા યોગાસન સ્પોર્ટ્સ ઍસોસિયેશન કોઓર્ડીનેટર પૂનમ બોડાવાલાના માર્ગદર્શન હેઠળ જોઇન્ટ કોઓર્ડીનેટર નિલેશ કોસિયાઍ યોગાસન ખેલાડીઓને સ્પર્ધાની તાલીમ આપી હતી,જ્યારે અમીબેન પટેલ નેશનલ ઍસોસિયેશન ફોર બ્લાઈન્ડ વલસાડના ડાયરેકટર અમીબેન પટેલ દ્વારા દિવ્યાંગ બાળકોને સ્પર્ધા માટે સહકાર આપી તૈયાર કરી મનોબળ પૂરું પાડવા અને  મેડલ જીતી સંસ્થાનું નામ રોશન કરવા બદલ  અભિનંદન પાઠવ્યા હતા.