Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

પરિયામાં આધેડ મહિલાનો આપઘાત

પરિયામાં આધેડ મહિલાનો આપઘાત


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા.૦૬ ઃ પારડી તાલુકાના પરિયા ગામના તરી ફળિયામાં ૫૧ વર્ષીય મહિલાઍ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યાની ઘટના સામે આવતા પારડી પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે મળતી માહિતી મુજબ, પરિયા વેલવાગડના તરી ફળિયામાં રહેતા દિપકભાઈ છોટુભાઈ પટેલ વાપી ખાતે કંપનીમાં નોકરી કરે છે. તેમની પત્ની સુરેખાબેન દિપકભાઈ પટેલ ઉં.વ. ૫૧ ઘરકામ કરતા હતા. દંપતીને ઍક પુત્ર જયદિપ ઉં.વ. ૨૫ છેજે દમણ ખાતે કંપનીમાં નોકરી કરે છે. તા. ૫ સપ્ટેમ્બરના રોજ દિપકભાઈ સવારે નોકરી પર વાપી ગયા હતાં. જ્યારે તેમનો પુત્ર પણ દમણ ખાતે નોકરી પર ગયો હતો. સાંજે આશરે સાત વાગ્યે દિપકભાઈ ઘરે પરત ફર્યા ત્યારે સુરેખાબેન નજરે પડ્યા ન હતા. તેમણે ઘરમાં શોધખોળ કરતા ઉપરના માળે આવેલા રૂમમાં સુરેખાબેન લોખંડની ઍંગલ સાથે ઓઢણી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતાં.