Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

પારડીના વેપારી સાથે ૧૨.૪૪ લાખની છેતરપિંડી

પારડીના વેપારી સાથે ૧૨.૪૪ લાખની છેતરપિંડી


પારડી, તા.૦૬ ઃ પારડી તાલુકાના કોલક ગામે રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા વેપારી રોહનભાઈ કેણી સાથે રૂ. ૧૨.૪૪ લાખની મોટી છેતરપિંડીનો કિસ્સો -કાશમાં આવ્યો છે. કલસર ગામના બોગસ જમીન દલાલ વિમલ પટેલે કોલકના મહાદેવ મંદિર પાસે આવેલો બીજાની માલિકીનો પ્લોટ પોતાનો બતાવી ૧૮ લાખના બદલે ૧૨ લાખમાં સોદો કર્યો હોય પારડી પોલીસમાં ફરિયાદ નોંધાય છે આરોપીઍ વેપારી અને તેમની માતાને વિશ્વાસમાં લઈ પારડી ખાતે નોટરી ઍડવોકેટ પાસે  ગયા હતા જ્યાં ઍગ્રીમેન્ટ બનાવી આપ્યું હતું.