Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

ઉમરગામમાં ઍસી ચોરીમાં બે સગીર સહિત ભંગારીયો ઝડપાયો

ઉમરગામમાં ઍસી ચોરીમાં બે સગીર સહિત ભંગારીયો ઝડપાયો


વાપી, તા.૦૬ ઃ ઉમરગામ સોળસુંબા ખાતે આવેલ ભવાની રેફ્રિજરેશનની દુકાન બહાર બે ઈસમોઍ રીપેરીંગ કરી મૂકેલ બે પેનલ ઍ.સી. અને બે આઉટડોર યુનિટની ચોરી કરી નાસી ગયા હતાં. જે અંગે ઉમરગામ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
પીઆઇ ઍ.ડી. તુવરના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવી ટેકનીકલ ઍનાલીસીસ અને હ્નામન સોર્સીસ આધારે તપાસ કરતા ચોરી કરનાર બે ઈસમો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર હોવાનું જણાયું હતું.
બંને બાળકિશોરોઍ ચોરી કરેલ મુદ્દામાલ સંજાણ ખાતે ભંગારની દુકાન ચલાવનાર અજાઝ ઉર્ફે ઍજાઝ યારમોહમ્મદ ખાનને આપેલ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ લેનાર આરોપી અજાઝ (ઉ.૩૭, રહે. સંજાણ ચાર રસ્તા ગ્લ્ફન્ ઓફિસ પાછળ, તા. ઉમરગામ) ને પકડી પાડી  ચોરીનો માલ વેચાણના રોકડ રૂ.૫૦૦૦, બે મોબાઈલ ફોન કિ.રૂ. ૧૫૦૦૦ બ્લુ કલરની  મોપેડ કિ.રૂ. ૫૦,૦૦૦ બાઇક કિ.રૂ. ૫૦,૦૦૦ અને જુના ઍ.સી.ના ભંગાર તથા આઉટડોરના લોખંડના પતરા કિ.રૂ.૩૨૦૦ મળી કુલ રૂ.૧,૨૩૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.