Damanganga Times.

Damanganga Times.

September 04, 2026

પારડીમાં વેરો ન ભરતા ચાર મિલકત સીલ

પારડીમાં વેરો ન ભરતા ચાર મિલકત સીલ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા.૦૩ ઃ પારડી નગરપાલિકાના વેરા વિભાગ દ્વારા વેરા વસુલાત અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે. લાંબા સમયથી વેરો નહી ભરતા જુદા જુદા વિસ્તારોમાં આવેલ કુલ ૪ મિલકત આજરોજ સીલ મારવામાં આવી હતી. પાલિકાઍ કડક કાર્યવાહી કરી  ૨ ફલેટ અને ૧ ગોડાઉન, ૧ દુકાનને સીલ મારી દીધી હતી. વેરા બાકીમાં ઈકબાલ ગોરીની દુકાન ઍસ.ઍમ. કન્સકસ્ટન, દુકાન વિઠ્ઠલ દાસ ભગત, ગોડાઉન માલિક બધું મળી ૬૦ હજાર રૂપિયા બાકી લેવાના હોય અને વેરા ભરતા ન હોય જેથી સીલ મારી દેવામાં આવી હતી. પાલિકાના વેરા વિભાગની ટીમ પાલિકાના ચીફ ઓફિસર કોમલબેનના માર્ગદર્શન હેઠળ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે. આથી હવે વેરા વસુલાત અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે લોકો મિલકત વેરો નથી ભરતા ઍવા સામે પાલિકાની કડક કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં તમામ વેરા બાકી નાગરિકોને વેરા ભરવા માટે પાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ હજી વધુ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે.