ચણોદ ગેટ સામે મોબાઈલ ઝૂંટવી બે બાઇક સવાર ફરાર
- byDamanganga Times
- 04 September, 2026
વાપી, તા.૦૩ ઃ વાપી જીઆઇડીસી ચણોદ ગેટ સામે મોબાઈલ ઝૂંટવવાની ઘટના બની છે. ચણોદ સાઈ નગરમાં રહેતા આકાશ નંદલાલ સાહ (ઉ.વ.૨૨) જે છીરી ખાતે જય બાલાજી પેકેજિંગમાં નોકરી કરે છે, તેઓ તા.૨૧/૦૮/૨૦૨૬ના રોજ સવારે ૫.૨૫ વાગ્યે રૂમ પરથી ચણોદ ખાતે આવેલ બ્રધર્સ જીમમાં જઈ રહ્ના હતાં.
તે દરમિયાન હાથમાં સેમસંગ ગેલેક્સી ખ્-૩૬ કિં.રૂ.૩૧૯૯૯નો ફોન હતો, જેમાં ઍરટેલ અને જિયો સિમ હતા. વાપી ચણોદ ગેટની સામે જાહેર રોડ પર સેલવાસ તરફથી કાળા કલરની નંબર પ્લેટ વગરની પલ્સર પર બે અજાણ્યા ઈસમો આવ્યા હતાં.
પાછળ બેઠેલા ઈસમે હાથમાંથી ફોન ઝૂંટવી બાઈક લઈ ભાગી ગયા હતાં. પલ્સર ચાલકે કેવા કલરના કપડા પહેર્યા હતા તે યાદ નથી, પરંતુ પાછળ બેસેલાઍ સફેદ કલરનો ચોકડીવાળો શર્ટ પહેર્યો હતો અને બંનેની ઉંમર ૨૦થી ૨૫ વર્ષની હતી. આ મામલે વાપી ઞ્ત્ઝ઼ઘ્ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
