Damanganga Times.

Damanganga Times.

September 04, 2026

વાપીમાં બંધ ફલેટમાંથી તસ્કરો રૂ.૧.૭૧ લાખની ચોરી કરી ગયા

વાપીમાં બંધ ફલેટમાંથી તસ્કરો રૂ.૧.૭૧ લાખની ચોરી કરી ગયા


વાપી, તા.૦૩ ઃ  વાપી ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધ મકાનમાં ચોરીની ઘટના સામે આવી છે. કુંભારવાડ સાઈ વિહાર ઍપાર્ટમેન્ટ ફલેટ નં.૩૦૨માં રહેતા જૈમીન મહેન્દ્રભાઈ મિસ્ત્રી (ઉ.વ.૩૬)ના ફલેટમાંથી અજાણ્યા તસ્કરો રૂ.૧,૭૧૯૮૨ની મતાના સોના-ચાંદીના દાગીના અને રોકડ ચોરી કરી ફરાર થઈ ગયા છે.

ફરિયાદ મુજબ જૈમીનભાઈ પોતાના કુટુંબ સાથે વાપીની ઍક્સલુર કંપનીમાં ઓપરેટર તરીકે નોકરી કરે છે. તેઓ ગત તા.૨૬ ઓગસ્ટે  સવારે  પત્ની સંગીતા અને માતા સાથે રક્ષાબંધન નિમિત્તે વતન નડિયાદ ગયા હતા. તેઓ ગુજરાત ઍક્સપ્રેસમાં વાપીથી નડિયાદ ગયા હતાં.

દરમિયાન તા.૨૦/૦૮/૨૦૨૬ ના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે તેમના ફલેટની બાજુમાં રહેતા કલ્પેશભાઈ પટેલનો ફોન આવ્યો હતો કે તમારા ફલેટનું તાળું તૂટેલું છે. આ સાંભળી પરિવાર તાત્કાલિક તા.૩૧/૦૮/૧૦૨૬ના રોજ રાત્રે ૨ વાગ્યે વાપી આવ્યો હતો. ઘરમાં સામાન વેરવિખેર હતો અને બેડરૂમમાં મુકેલ લોખંડની તિજોરીનું લોક તોડી તેમાંથી પત્નીની સોનાની બુટ્ટી, ચાંદીની છડા, કંદોરો, માળા, વીંટી, નથ, જુડો, લકી, કડી, નકલેસ અને રોકડા રૂ.૧૦૦૦ મળી કુલ રૂ.૧,૭૧,૯૮૨ની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ મામલે વાપી ટાઉન પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.