Damanganga Times.

Damanganga Times.

September 04, 2026

દેગામમાં દારૂ ભરેલ ટેમ્પા સાથે ચાલક ઝડપાયો, ત્રણ વોન્ટેડ

દેગામમાં દારૂ ભરેલ ટેમ્પા સાથે ચાલક ઝડપાયો, ત્રણ વોન્ટેડ


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ચીખલી, તા. ૦૩ ઃ  ચીખલી નેશનલ હાઈવે નંબર ૪૮ ઉપર આવેલ દેગામ ગામની હદમાં ઓવર બ્રીજના ઉત્તર છેડે ચીખલી પોલીસે બાતમીના આધારે ઍક આઇસર ટેમ્પો નંબર ઍમઍચ ૪૮ ર્ીં ૩૩૨૯ ને આંતરી ટેમ્પાની તલાસી લેતા ટેમ્પામાંથી ૨૬૯ પૂઠાના બોક્સમાં વીસ્કી તથા ટીન બિયર ૭૦૫૬ નંગ કિંમત રૂપિયા ૧૬.૮૯.૧૨૦ જ્યારે ટેમ્પાની કિંમત રૂ ૧૦ લાખ તેમજ ઍક નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૬.૯૨.૧૨૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે જ્યારે ટેમ્પો ચાલક સત્યમ ભાગચંદ્ર રામસેવક -જાપત રહે. ન્યુ ટ્રાન્સપોર્ટ ઍરિયાની સામે આવેલ ચાલીમાં બીજા માળે પંચાલ ચોકડી પાસે દમણ મૂળ રહે કુસમસ ગામ પોસ્ટ ઉદનપુર થાના કદોરા તા.કાલ્પી જી. જાલોન યુપી જેને પૂછપરછ કરતા દારૂ ભરેલો આઇસર ટેમ્પો શુક્લાભાઈ જેના પુરા નામ ઠામની ખબર નથી જેમણે આપ્યો હતો અને આ દારૂ ભરેલ ટેમ્પાનું પાયલોટિંગ પણ કરી રહ્ના હતો. જ્યારે વડોદરા ખાતે દારૂ મંગાવનાર શુક્લા ભાઈનો કોઈ માણસ જેના નામની ખબર નથી તેમજ હાલનો આઇસર ટેમ્પા નો માલિક આ ત્રણ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આ ત્રણે શખ્સોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.