Damanganga Times.

Damanganga Times.

September 04, 2026

વાપી સૂર્યા હોસ્પિટલ રોડની ફૂટપાથ પરના દબાણો ક્યારે દૂર થશે?

વાપી સૂર્યા હોસ્પિટલ રોડની ફૂટપાથ પરના દબાણો ક્યારે દૂર થશે?


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૩ ઃ વાપી  તા વાપીના સૂર્યા હોસ્પિટલ રોડ પર ફૂટપાથ પરના દબાણોને લઈને રાહદારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્ના છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને રાહદારીઓઍ ફૂટપાથને બદલે મુખ્ય રસ્તા પર ચાલવાની ફરજ પડી રહી છે, જેના કારણે અકસ્માતનો ભય સતત રહે છે.
દુકાનોના સામાનથી ફૂટપાથ સંપૂર્ણ ઘેરાયેલી છે. લોકોને પગપાળા ચાલવામાં તકલીફ પડે છે. વારંવાર ટ્રાફિક જામ થાય છે. બીજી તરફ બુધવારે નોટિફાઇડની ટીમે ગુંજન મુખ્ય માર્ગ પર મોટાપાયે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, પરંતુ બીજા જ દિવસે તમામ દબાણો ફરી યથાવત થઈ ગયા હતા. માત્ર કાગળ પરની કામગીરી સામે સવાલો ઉઠી રહ્ના છે. નાગરિકોઍ કાયમી ધોરણે દબાણો દૂર કરવા માંગ કરી છે.