નવસારીમાં મોદીના આગમનને લઈ તડામાર તૈયારીઓ
- byDamanganga Times
- 04 September, 2026
(દમણગંગા ટાઇમ્સ)
નવસારી, તા. ૦૩ ઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગામી નવસારી પ્રવાસ અને નવનિર્મિત ‘નમો કમલમ’ કાર્યાલયના ઉદ્ઘાટન સહિતના કાર્યક્રમોને ભવ્ય તથા સુચારુ રીતે સંપન્ન કરવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કમલમ કાર્યાલય આસપાસ સઘન વૃક્ષારોપણ ઝુંબેશ હાથ ધરાઈ છે.આજે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે સ્થળની મુલાકાત લઈને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની, જિલ્લા વિકાસ અધિકારી (ઝ઼ઝ઼બ્) કાર્તિક જીવાણી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓઍ કાર્યક્રમ સ્થળ, વિશાળ ડોમ, ઍલ.ઈ.ડી. સ્ક્રીન, સ્ટેજ, પીવાના શુદ્ધ પાણી, મોબાઈલ શૌચાલય, સુરક્ષા પ્રોટોકોલ અને ટ્રાફિક વ્યવસ્થાનું સઘન સ્થળ નિરીક્ષણ કર્યું હતું.
