Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

ચીખલી હાઈવે માર્જીનમાં આવતા દબાણો દૂર કરવાનું શરૂ

ચીખલી હાઈવે માર્જીનમાં આવતા દબાણો દૂર કરવાનું શરૂ


નવસારી, તા.૦૧ ઃ ચીખલી તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે-૪૮ (ફણ્-૪૮) પર ય્બ્ષ્ મુજબ નિયંત્રણ રેખાની મર્યાદાની અંદર આવેલા ગેરકાયદેસર કાચા તથા પાકા બાંધકામો અને અન્ય દબાણો દૂર કરવાની કામગીરી તા. ૦૧/૦૯/૨૦૨૬થી શરૂ કરવામાં આવી છે.
 આ કામગીરીના પ્રથમ તબક્કામાં આજે મોજે સમરોલી, તા. ચીખલી ખાતે ચીખલી ચાર રસ્તાથી વલસાડ તરફ જતા નેશનલ હાઈવે-૪૮ પર આવેલા નાના-મોટા કમર્શિયલ ઍકમો તેમજ હોટલો સહિત કુલ ૨૪ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સંબંધિત સ્થળોઍ નિયંત્રણ રેખાની મર્યાદામાં આવેલા બિનઅધિકૃત બાંધકામો તથા દબાણોને દૂર કરી માર્ગની જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર વાહનચાલકોને અવરજવરમાં કોઈ અડચણ ન પડે તેમજ માર્ગની સલામતી અને સુગમતા જળવાઈ રહે તે માટે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. દબાણોને કારણે માર્ગની દૃશ્યતા, વાહનવ્યવહાર તથા રાહદારીઓની સલામતી પર અસર ન થાય તે માટે ય્બ્ષ્ની નિયંત્રણ રેખાની મર્યાદાનું પાલન કરાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, નેશનલ હાઈવેની ય્જ્ઞ્ત્ર્દિં્દ ંશ્ ર્ષ્ીક્ક (ય્બ્ષ્) તથા નિયંત્રણ રેખાની મર્યાદામાં આવતા ગેરકાયદેસર બાંધકામો અને દબાણો સામે નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન સંબંધિત કાયદાકીય જોગવાઈઓ તથા માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવશે.