આહવાનાં ઈસદર પાસે ટ્રેકટર નદીમાં ખાબક્યું
- byDamanganga Times
- 02 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૦૧ ઃ ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ઈસદર ગામ પાસે આવેલ આંતરિક માર્ગ પર ઍક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર, ગોંડલવિહિર ગામનું ઍક ટ્રેક્ટર ઈસદર ગામ નજીક આવેલ ઉપર વાઘદેવ વિસ્તારમાંથી પસાર થઈ રહ્ના હતુ. તે દરમિયાન અચાનક ડ્રાઇવરે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા ટ્રેક્ટર માર્ગ પરથી નીચે આવેલા નાના પુલ/કોઝવે પરથી સીધું નીચે પાણીના વહેણમાં પલટી મારી ગયું હતું. ઘટનાના સામે આવેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટરનો આગળનો ઍન્જિનનો ભાગ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે પાછળની ટ્રોલી હવામાં ઊંધી લટકેલી સ્થિતિમાં જોવા મળી રહી છે.આ ઘટના બનતાની સાથે જ આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
