શામગહાન પાસે આઈસર ભેખડ સાથે ભટકાયો
- byDamanganga Times
- 02 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સાપુતારા, તા.૦૧ ઃ ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શામગહાન નજીક ઉતરાણવાળા ઘાટમાર્ગમાં સંતરાનો જથ્થો ભરેલો આઈસર ટેમ્પો ચાલક દ્વારા સ્ટેયરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતાં માર્ગની સાઈડનાં ભેખડ સાથે અથડાયો હતો. અકસ્માતમાં આઈસર ટેમ્પોને ભારે નુકસાન થયુ હતુ.જ્યારે ક્લીનર કેબિનમાં ફસાઈ જતાં સ્થાનિકો અને સાપુતારા પોલીસની ટીમે ભારે જહેમત બાદ તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો.-ા વિગતો અનુસાર, મહારાષ્ટ્રના સંભાજીનગર તરફથી સંતરાનો જથ્થો ભરીને આઈસર ટેમ્પો હરિયાણા તરફ જઈ રહ્ના હતો. સાપુતારાથી શામગહાન તરફના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ત્રણ રસ્તા નજીક ચાલકે કાબૂ ગુમાતા ટેમ્પો માર્ગની સાઈડમાં ઉતરી જઈ ભેખડ સાથે ધડાકાભેર અથડાયો હતો.
