Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

નવસારીમાં મોદીના આગમન પૂર્વે ખાસ સ્વચ્છતા અભિયાન

નવસારીમાં મોદીના આગમન પૂર્વે ખાસ સ્વચ્છતા અભિયાન


નવસારી, તા.૦૧ ઃ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આગામી સાહમાં નવસારી જિલ્લાની મુલાકાતના ભાગરૂપે તમામ તાલુકાઓમાં તા.૩૧મી ઓગષ્ટથી તા.૩જી સપ્ટેમ્બર દરમિયાન મહા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઝુંબેશ દરમિયાન વાંસદા તાલુકામાં ૭ થ્ઘ્ગ્, ૪ લોડર અને ૮ હાઇવા અને અન્ય ૧૭ વાહનો તથા ૮૬થી વધુ અધિકારીઓ-કર્મચારીઓની ટીમ દ્વારા વિવિધ ૩૪ ગામોમાંથી કુલ ૨૦ હજાર કિલોગ્રામ કચરો ઍકત્રિત કરવામાં આવ્યો હતો. જલાલપોર તાલુકામાં ૩ થ્ઘ્ગ્, ૬ લોડર અને ૩ હાઇવા અને અન્ય ૫૩ વાહનો તેમજ ૧૭૫ અધિકારીઓ-કર્મચારીઓની ટીમોઍ ૩૩ ગામોમાંથી કુલ ૪૮૨૨૦ કિલો કચરો દૂર કર્યો હતો. નવસારી તાલુકામાં ૨ થ્ઘ્ગ્, ૪ લોડર અને ૨ હાઇવા અન્ય ૫૧ વાહનો તથા ૨૧૭ અધિકારીઓ-કર્મચારીઓની અને સફાઈ કર્મચારીઓ દ્વારા કુલ ૩૦ ગામોમાંથી ૩૧,૪૬૭ કિલો કચરો ભેગો કરાયો હતો. જ્યારે ખેરગામ તાલુકામાં ૧ થ્ઘ્ગ્, ૨ લોડર અને ૨ હાઇવા તથા અન્ય ૨૪ વાહનોના સુચારુ ઉપયોગ સાથે ૧૩૨ કર્મચારીઓ દ્વારા ૩ દિવસમાં ૧૪ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ ૨૦૫૦૦ કિલોગ્રામ કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.