Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

તિથલમાં RO પ્લાન્ટ અને શૌચાલયના કામો માત્ર કાગળ પર જ

તિથલમાં RO પ્લાન્ટ અને  શૌચાલયના કામો માત્ર કાગળ પર જ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૦૧ ઃ વલસાડ તાલુકાના જાણીતા પ્રવાસન ધામ ઍવા તિથલ ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ ભ્રષ્ટાચારની ગંભીર ફરિયાદ ઉઠતાં તાલુકા વિકાસ અધિકારી ની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પ્રાથમિક તપાસમાં વિકાસ કામો માત્ર કાગળ પર જ દર્શાવી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે.
વલસાડ ના તિથલ ગામના ઍક જાગૃત નાગરિક દ્વારા સરપંચ સામે વિકાસ કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાની લેખિત ફરિયાદ તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. આ ફરિયાદના આધારે વ્ઝ઼બ્ની વિશેષ તપાસ ટીમે તિથલ ગામ માં રૂબરૂ મુલાકાત લઈ સ્થળ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તિથલ શાળા નજીક મંજૂર કરવામાં આવેલા આર.ઓ. પ્લાન્ટ તેમજ શૌચાલય ના  કામોની ચકાસણી કરવામાં આવી હતી. ચોંકાવનારી બાબત ઍ સામે આવી કે આ કામો પૂર્ણ થઈ ગયા હોવાના બિલો રજૂ કરી દેવાયા હતા, પરંતુ સ્થળ પર કામગીરી જોવા મળી ન  હતી. આ તમામ કામો માત્ર ચોપડે જ થયેલા હોવાનું સાબિત થયું હતું. સ્થાનિક નાગરિકો અને જાગૃત આગેવાનો દ્વારા પણ પંચાયતના વહીવટમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે. સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી કાગળ પર કામો દર્શાવવાના આ સમગ્ર પ્રકરણમાં  તાલુકા વિકાસ અધિકારી દ્વારા સરપંચ અને જવાબદારો સામે કેવા પ્રકારના કડક પગલાં લેવામાં આવે છે, તેના પર સમગ્ર ગ્રામજનો ની નજર મંડાયેલી છે.