વલસાડમાં મોબાઈલ હેક કરી રૂ.૧.૯૮ લાખ ઉપાડી લીધા
- byDamanganga Times
- 02 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા.૧ ઃ વલસાડના ગુંદલાવ વિસ્તારમાં રહેતા ઍક વેપારીનો મોબાઈલ ફોન હેક કરી, ગેરકાયદેસર રીતે બ્વ્ભ્ મેળવી બેંક ખાતામાંથી કુલ ૧,૯૮,૯૯૯ ની ઓનલાઈન ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે.
વલસાડ તાલુકાના ગુંદલાવ ગામના શક્તિનગરમાં પૂનમભાઈ જેસંગભાઈ થોરી ઉં.વ. ૪૭ રહે છે. તેમનું ગુંદલાઓમાં આવેલ બેંકો બરોડા શાખામાં પોતાનું ખાતું ચાલે છે.ગત તારીખ ૨૧/૦૮/૨૦૨૬ થી ૨૨/૦૮/૨૦૨૬ દરમિયાન પુનમભાઈઍ ગૂગલ પે ઍપ્લિકેશન કામ ન કરતું હોવાથી તેઓ ગુંદલાવ ધમડાચી ફાટક પાસે આવેલી બેંક ઓફ બરોડાની શાખામાં તપાસ કરવા ગયા હતા. ત્યાં બેલેન્સ ચેક કરતા માલૂમ પડ્યું હતું કે અજાણ્યા શખ્સે તેમનો મોબાઈલ નંબર કોઈ રીતે હેક કરી, ગેરકાયદેસર બ્વ્ભ્ મેળવી ખાતામાંથી પૈસા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી લીધા હતા. અજાણ્યા ઇસમે તેમના ખાતામાંથી તા. ૨૧/૦૮/૨૦૨૬ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ના ખાતામાં ૯૮,૯૯૯ અને તા.?૨૨/૦૮/૨૦૨૬ બેંક ઓફ બરોડા ના ખાતામાં ૧,૦૦,૦૦૦ ની રકમ મળી કુલ ૧, ૯૮,૯૯૯ રૂપિયા ઓનલાઇન છેતરપિંડી કડી કાઢી લીધા હોવાનું માલુમ પડ્યું હતું તેથી વેપારી પૂનમભાઈઍ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન ૧૯૩૦ પર ફરિયાદ નોંધાવ્યા બાદ અજાણ્યા શખ્સ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ દાખલ કરાવતા જે અંગે સાયબર સેલ અને સ્થાનિક પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
