જિલ્લામાં ધમધમતાં મોલમાં ફૂડ ઍન્ડ ડ્રગ્સ વિભાગ ચેકીંગ ક્યારે કરશે?
- byDamanganga Times
- 02 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ તહેવારો શરૂ થતા પહેલા જ વલસાડ જિલ્લામાં ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગ દ્વારા વિવિધ હોટેલ, રેસ્ટોરન્ટ અને ખાણીપીણીની દુકાનોમાં સઘન ચેકીંગ હાથ ધરી સેમ્પલો લેવામાં આવી રહ્ના છે. સેમ્પલ ફેલ થતાં સીલ મારવાથી લઈ મોટો દંડ વસૂલવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. દિવાળીને લઈને આગામી દિવસોમાં ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં પણ ચેકીંગ હાથ ધરાશે. પરંતુ સામાન્ય જનતામાં ઍક સવાલ ઉઠી રહ્ના છે કે નાની દુકાનો પર તવાઈ બોલાવતું તંત્ર જિલ્લાના ખ્યાતનામ મોટા મોલ અને નાના મોલમાં તપાસ કેમ હાથ ધરતું નથી? સૂત્રોના જણાવ્યા મુજબ મોટા મોલમાં પેકિંગ કરેલો કેટલોક માલ ખાવા લાયક કે રસોઈમાં વાપરવા લાયક હોતો નથી.
ઍટલું જ નહીં, ઍક્સપાયરી ડેટના કઠોળ, બેસન, લોટ જેવી વસ્તુઓના પેકેટ ખોલી લૂઝમાં વેચાણ માટે મૂકી દેવાતા હોવાની બૂમરાણ પણ ઉઠી રહી છે.
આવા પેક્ડ ફૂડ અને કરિયાણાની ગુણવત્તા શંકાસ્પદ હોવાથી ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્ના હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે ફૂડ ઍન્ડ ડ્રગ વિભાગે માત્ર નાના વેપારીઓને જ નહીં, પરંતુ મોટા મોલમાં પણ સર-ાઈઝ ચેકીંગ હાથ ધરી નિયમ મુજબ કાર્યવાહી કરે તેવી લોકમાંગ બળવત્તર બની છે.
