Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ – વાપીનું રક્ષાબંધન પર્વ ઉજવાયું

શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ – વાપીનું રક્ષાબંધન પર્વ ઉજવાયું


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા.૦૧ ઃ શ્રી સમસ્ત ગુજરાતી બ્રહ્મ સમાજ – વાપી દ્વારા પવિત્ર બળેવ પર્વ નિમિત્તે જનોઈ બદલવાની ધાર્મિક વિધિ, બળેવ પર્વની ઉજવણી તથા સામાન્ય સભાનું ભવ્ય આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, સલવાવ ખાતે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાજના વડીલો, ટ્રસ્ટીઓ, યુવાનો, મહિલાઓ તથા મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્ના હતા.
કાર્યક્રમની શરૂઆત પવિત્ર બળેવ પર્વ નિમિત્તે જનોઈ બદલવાની ધાર્મિક વિધિથી કરવામાં આવી હતી.
ત્યારબાદ સમાજની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય સભામાં સમાજના પ્રમુખ હાર્દિકભાઈ મહેતાઍ સ્વાગત પ્રવચન કર્યુ હતું. સભામાં નવા ત્રણ સભ્યો જાડવા સાથે યુવા ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. તથા સમગ્ર વર્ષ દરમિયાન સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં સહયોગ આપનાર પૂર્વ ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક સ્વામી પુરાણી દાદાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી શરદભાઈ દ્વારા પણ પ્રેરણાત્મક સંબોધન કરવામાં આવ્યું હતું. તથા દિવંગત જ્ઞાતિબંધુઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમાજના ટ્રસ્ટીઓ ચૈતન્યભાઈ ભટ્ટ, અશોકભાઈ શુક્લા, મહેશભાઈ પંડ્યા,  અગ્નિતભાઈ જાની, પૂર્વ પ્રમુખ રાજનીકાંતભાઈ મહેતા, તેમજ  પિયુષભાઈ જોશી,  અમિતભાઈ ભટ્ટ, મિતેશભાઈ ત્રિવેદી,  સંદીપભાઈ દવે, ચંદુભાઈ પંડ્યા,  પંકજભાઈ શુક્લા, પ્રકાશભાઈ જાની સહિત સમાજના વડીલો, મહિલાઓ અને મોટી સંખ્યામાં જ્ઞાતિબંધુઓ ઉપસ્થિત રહ્ના હતા. કાર્યક્રમનું સંચાલન સમાજના પૂર્વ પ્રમુખ ભદ્રેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતે સમાજના મંત્રી  રાજતભાઈ રાવલ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.