વાપીની શ્રી ઍલ.જી. હરિયા મલ્ટી પર્પઝ શાળાનું ગૌરવ
- byDamanganga Times
- 02 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૦૧ ઃ વાપીની શ્રી.ઍલ.જી હરિયા મલ્ટી પર્પઝ સ્કૂલને ગર્વ થાય છે, કે શાળાના વિદ્યાર્થીઓઍ ૨૫મીઓગસ્ટે ૨૦૨૬ ના રોજ જિલ્લા કક્ષાની લ્ઞ્જ્ત્ બીચ વોલીબોલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અને શાનદાર પ્રદર્શન કરીને( સ્ટેટ લેવલ ) રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે. જેમાં અંડર-૧૪ છોકરીઓની ટીમૅં કુમારી અદિતિ શર્મા, જિયા ભાનુશાલી અને વૈભવી સિંગે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ક્વોલિફાય થયા છે.અંડર-૧૪ છોકરાઓની ટીમૅં માસ્ટર યશ પ્રતાપ સિંગ , સુશાંત સિંગ અને અંશ પવારે શાનદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવાનો ગૌરવ મેળવ્યો છે અને રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામી છે. અંડર-૧૯ છોકરીઓની ટીમૅં કુમારી પરિધી પાટીલ, અંકિતા માલી અને સુમન યાદવે ઉત્તમ રમતનું પ્રદર્શન કરીને દ્વિતીય સ્થાન પ્રા કર્યું છે. તમામ પ્રતિભાગીઓ વિજેતાઓને,શ્રી કૌશિક હરિયા ઍજ્યુકેશનલ ફાઉન્ડેશન ચેરમેન ઍ.કે શાહ અને મેનેજિંગ ટ્રસ્ટ બિમલ હરિયા અને શાળાના આચાર્ય બીન્ની પોલ તથા સ્ટાફ વતી અભિનંદન અને આશીર્વાદ પાઠવવામાં આવે છે.
