મોતીવાડામાં કોનકોર કંપનીનો સખત વિરોધ
- byDamanganga Times
- 02 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
પારડી, તા. ૦૧ ઃ પારડી તાલુકાના મોતીવાડા ગામમાં કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ઘ્બ્ફઘ્બ્ય્ પ્રોજેક્ટ માટે કરવામાં આવી રહેલા જમીન સંપાદનને લઈને ગ્રામજનોમાં સખત આક્રોશ જોવા મળી રહ્ના છે. પ્રોજેક્ટ અંતર્ગત પંચાયત પાસે અભિ-ાય અને ઠરાવ માંગતી નોટિસ બાદ મોતીવાડા ગામે ખાસ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્રામસભામાં હજારોની સંખ્યામાં ગ્રામજનો, ખેડૂતો અને મહિલાઓ ઉપસ્થિત રહ્ના હતા અને સર્વાનુમતે કોનકોર કંપનીનો સખત વિરોધ કરી ઠરાવ નામંજૂર કરવામાં આવ્યો છે. આ અંગે મોતીવાડા ગામના સરપંચ જયસુખ નાયકા ઍ જણાવ્યું કે કોનકોર કંપની દ્વારા પંચાયતને જે નોટિસ મોકલવામાં આવી હતી, તેના સંદર્ભમાં અમે ગ્રામસભાનું આયોજન કર્યું હતું. આ ગ્રામસભામાં હજારોની સંખ્યામાં મોતીવાડાના ગ્રામજનો ઉમટી પડ્યા હતા અને કંપનીનો સખત વિરોધ દર્શાવ્યો છે. આ જમીનો અને ખેતી જ અમારી મુખ્ય આજીવિકા છે ઉપસરપંચ ડેગીશ આહિરે કહ્નાં કેઅગાઉ પણ કલેક્ટર કચેરીઍ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. આ વખતે ફરી નોટિસ આવતા યોજાયેલી ગ્રામસભામાં ૧૦૦૦થી પણ વધુ લોકોની જનમેદની ઍકઠી થઈ હતી. સમગ્ર ગામે ઍકસૂરે કોનકોર કંપનીને ગામમાં ઘૂસવા ન દેવાનો નિર્ણય કર્યો છે. પ્રોજેક્ટ અટકાવવા માટે હાઇકોર્ટ, સુ-ીમ કોર્ટ જવું પડે કે પ્રાણની આહુતિ આપવી પડે તો પણ અમે તૈયાર છીઍ. આ બાબતે નાણાંમંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેમણે પણ ગ્રામજનોની સાથે ઊભા રહેવાનું સકારાત્મક સમર્થન આપ્યું છે. ગાંગેવ પટેલ તથા સ્થાનિક મહિલા અગ્રણી ઍ જણાવ્યું કે ગ્રામસભામાં ગામના ખેડૂતો અને મહિલાઓઍ ૧૦૦ ટકા વિરોધ દર્શાવ્યો છે. મોતીવાડા ગામમાં આદિવાસી પરિવારના ૧૦૦ જેટલા ઘરો, ફળદ્રુપ જમીનો, કેરી-ચીકુના આંબાવાડીઓ અને ઝાડો આ પ્રોજેક્ટની હદમાં આવી રહ્ના છે. કોનકોર કંપની ઍવું કહી રહી છે કે તેઓ વિકાસ કરશે, પરંતુ આ વિકાસ નથી પણ મોતીવાડા ગામનો વિનાશ છે! અમારા ગરીબ આદિવાસી ભાઈઓના ઘરો, ફળદ્રુપ ખેતીલાયક જમીન અને આજીવિકા છીનવાઈ રહી છે. અમે કોઈ પણ ભોગે અમારી જમીન આપવા માંગતા નથી અને આ જમીન સંપાદનનો સખત વિરોધ કરીઍ છીઍ.
આ ગ્રામસભામાં સરપંચ જયસુખ નાયકા, ઉપસરપંચ ડેગીશ આહિર, માજી ઉપસરપંચ જીતુભાઈ આહિર, ખેડૂત અગ્રણી સુનિલ આહીર તેમજ હેમંત પટેલ, ગાંગેવ પટેલ, વિજય પટેલ, મનીષ પટેલ, મિલન પટેલ સહિતના સ્થાનિક અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્ના હતા. સમગ્ર ગામે ઍકજુટ થઈને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાની જમીન અને ઘરો બચાવવા માટે લડત ચાલુ રાખશે.
