Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વાપીની ફેક્ટરીમાંથી રૂ.૧.૬૦ લાખનો કોપરનો સામાન ચોરાયો

વાપીની ફેક્ટરીમાંથી રૂ.૧.૬૦ લાખનો કોપરનો સામાન ચોરાયો



(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૩૧ ઃ વાપી ઞ્ત્ઝ઼ઘ્ ના ફર્સ્ટ ફેઝમાં આવેલી ઍક ફેક્ટરીમાંથી તસ્કરો રૂ. ૧.૬૦ લાખની કિંમતનો કોપરનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. આ અંગે મળતી માહિતી મુજબ ફરિયાદી વિપુલભાઈ ખુશાલભાઈ ઈંગલે  ધંધો-વેપાર, રહે. રોયલ કોલેજ પાછળ, સાધના વિલા, છરવાડા, તા.વાપી) વાપી જીઆઇડીસી ફર્સ્ટ ફેઝ, પ્લોટ નં.૬૧ખાતે આશિષ ઇલેક્ટ્રીકલ્સ નામની ફેક્ટરી ચલાવે છે, જ્યાં ટ્રાન્સફોર્મર રિપેરીંગનું કામ થાય છે. ગત તા. ૨૭ ઓગસ્ટના રોજ સાંજે સાડા પાંચ વાગ્યે તેઓ રાબેતા મુજબ ફેક્ટરી બંધ કરી ઘરે ગયા હતા. બીજા દિવસે તા. ૨૮ ઓગસ્ટ ના રોજ રક્ષાબંધન હોવાથી ફેક્ટરી બંધ રહી હતી. તા. ૨૯ ઓગસ્ટના રોજ બપોરે ૧ઃ૩૦વાગ્યે ફેક્ટરી પર આવતા ત્યાં કામ કરતા ગણેશ ગાયકવાડે જણાવ્યું કે ફેક્ટરીના ઉપરના પતરા તૂટેલા છે અને સામાન વેરવિખેર પડ્યો છે. તપાસ કરતા ફેક્ટરીના પતરા તૂટેલા હતા અને અંદરથી  કોપરના પાટા નંગ-૭, ઍલ.ટી.કોઈલ નંગ-૦,૧ અને  કોપર વાયર મળી કુલ ૧૬૦ કિ.ગ્રા. વજનનો મુદ્દામાલ જેની કિંમત આશરે રૂ. ૧.૬૦ લાખ થાય છે તેની ચોરી થયેલી જણાઈ હતી. આ બનાવ સંદર્ભે ફરિયાદી પત્ની મનિષા સાથે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે તા.૨૭ ઓગસ્ટના રોજ ના ૧૭ૅં૨૦ થી તા.૨૯ ઓગસ્ટના ૧૩ વાગ્યા દરમિયાન અજાણ્યા ચોર ઈસમે પતરા તોડી પ્રવેશ કરી ચોરી કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.