Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વલસાડ જિલ્લાનું સતત બીજી વાર રાજ્યકક્ષાઍ સન્માન

વલસાડ જિલ્લાનું સતત બીજી વાર રાજ્યકક્ષાઍ સન્માન


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર અને વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે રસ તથા ગૌરવની ભાવના કેળવવાના હેતુથી તા. ૨૫ થી ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં સંસ્કૃત સાહ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત વલસાડ જિલ્લામાં સંસ્કૃત ગૌરવ યાત્રા, સંસ્કૃત સંભાષણ દિવસ, સંસ્કૃત સાહિત્ય દિવસ અને સંસ્કૃત પ્રદર્શન સહિત વિવિધ શૈક્ષણિક, સાંસ્કૃતિક અને સર્જનાત્મક પ્રવૃત્તિઓનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લામાં થયેલા ઉત્કૃષ્ટ આયોજન અને વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામગીરીને રાજ્યકક્ષાઍ બિરદાવવામાં આવી હતી.
વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને સંસ્કૃત સાહ મહોત્સવના ઉત્કૃષ્ટ આયોજન બદલ આ વર્ષે સતત બીજી વાર રાજ્યકક્ષાઍ સન્માનિત કરવામાં આવ્યો છે. ગત વર્ષે પણ સંસ્કૃત સાહ મહોત્સવ દરમિયાન વલસાડ જિલ્લામાં કરવામાં આવેલા શ્રેષ્ઠ આયોજન બદલ જિલ્લા શિક્ષણ વિભાગને રાજ્યકક્ષાઍ સન્માનપત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું. આ વર્ષે પણ આ ગૌરવ જાળવી રાખીને સતત બીજી વાર સન્માન પ્રા કરવું વલસાડ જિલ્લાના શિક્ષણ પરિવાર માટે ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.
તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ ગાંધીનગર સેક્ટર-૧૭ સ્થિત ટાઉનહોલ ખાતે યોજાયેલા રાજ્યસ્તરીય સંસ્કૃત સાહ મહોત્સવ સમાપન સમારોહમાં વલસાડ જિલ્લાના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને સન્માનપત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું. ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ત્રિકમભાઈ બીજલભાઈ છાંગાના હસ્તે વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગને આ ગૌરવપૂર્ણ સન્માનપત્ર ઍનાયત કરવામાં આવ્યું હતું. વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગ તરફથી ડૉ. રાજેશ્રી ઍલ. ટંડેલ, જિલ્લા શિક્ષણાધિકારી, તથા ડી.બી. વસાવા, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, વલસાડ દ્વારા સન્માનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગરના અધ્યક્ષ હિમાંજય પાલીવાલ, કમિશનર શાળાઓની કચેરીના કમિશનર આનંદભાઈ પટેલ સહિતના મહાનુભાવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા. વલસાડ જિલ્લામાં સંસ્કૃત સાહ દરમિયાન આયોજિત વિવિધ પ્રવૃત્તિઓમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, આચાર્યઓ તથા શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓઍ ઉત્સાહપૂર્વક સહભાગી બની સંસ્કૃત ભાષા પ્રત્યે રસ, જિજ્ઞાસા અને ગૌરવની ભાવના વધુ પ્રબળ બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.