Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વાપીમાં ગણેશ પ્રતિમાઓનું વાજતે ગાજતે આગમન શરૂ

વાપીમાં ગણેશ પ્રતિમાઓનું વાજતે ગાજતે આગમન શરૂ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ   ગણેશોત્સવ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાપી પંથકમાં વિવિધ મંડળો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. મંડપો ઊભા કરવાં સાથે કેટલાક મંડળો દ્વારા શ્રી ગણેશજીની કલાત્મક પ્રતિમાઓ વાજતે ગાજતે લાવવામાં આવી રહી છે. રવિવારે રાત્રે વાપી બઝાર રોડ સ્થિત ઍકતા મિત્રમંડળ દ્વારા નાસિક ઢોલના તાલ સાથે વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમા લાવવામાં આવી હતી. આ મંડળની સ્થાપના ૧૯૯૧ માં કરવામાં આવી હતી.