Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં જન્માષ્ટીમીની અનોખી ઉજવણી

વલસાડ જિલ્લા અને સંઘપ્રદેશમાં જન્માષ્ટીમીની અનોખી ઉજવણી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ વૈશ્વિક સ્વાધ્યાય કાર્યના પ્રવર્તક પદ્મવિભૂષણ પાંડુરંગશાસ્ત્રી આઠવલેની પ્રેરણાથી સ્વાધ્યાય પરિવારનો યુવા વર્ગ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ દર વર્ષે અનોખી રીતે ઉજવે છે.
 ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ માત્ર મટકી ફોડીને ન ઉજવતાં તેમના વિચારો સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે દાદાજીઍ યુવાનોને પથનાટ્યની સંકલ્પના આપી હતી. આજે દાદાજીના સુપુત્રી અને સ્વાધ્યાય કાર્યની ધુરા સંભાળનારા દીદી ના માર્ગદર્શનથી, પથનાટ્યના માધ્યમથી લાખો યુવાનો દેશવિદેશમાં આ વિચાર લઈને પહોંચી રહ્નાં છે. જન્માષ્ટમીની ઉજવણી માટે ભજવાઈ રહેલાં પથનાટ્યનો આ પ્રયોગ છેલ્લાં ૨૪ વર્ષોથી નિરંતર ચાલી રહ્ના છે.
આ વર્ષે દેશભરના ૧૫ રાજ્યોમાં તેમજ વિદેશ માં સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા યુવાનોની અંદાજે ૧૭,૦૦૦ ટીમો  વિવિધ ભાષાઓમાં આ પથનાટ્ય ૨૯ ઓગસ્ટ થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ ના દરમ્યાન રજૂ કરી રહ્ના છે. જેમાં  વલસાડ જિલ્લો અને સંઘપ્રદેશ દાદરા નગર નહવેલી તેમજ દમણમાં સ્વાધ્યાય પરિવારના  ૮૦૦ જેટલી યુવાનોની ટીમ માં ૧૦,૦૦૦ થી વધુ યુવાનો પોતાના સૌ ખર્ચે આ શેરી નાટક ના દરેક કાર્ય કરી રહી છે. અને આ કાર્યથી સમાજના લોકોને જીવનરૂપી હાંડીમાં રહેલું સાચું માખણ શું છે? આજે સત્તા, સંપત્તિ, રોટી અથવા હક્ક, કેવળ આના દ્વારા જ સમાજના ઉત્થાનનો પ્રયાસ થઈ રહ્ના છે, પરંતુ આ બધું અપૂર્ણ છે. ભગવાનના દૈવી માર્ગ પર ચાલીને જ, પ્રેમ અને હૃદયસ્થ ઈશ્વર સાથેના સંબંધથી જ સમાજ સાચા અર્થમાં સમૃદ્ધિ તરફ આગળ વધી શકે છે, ઍવો કંઈક સંદેશ આ પથનાટ્ય આપે છે.