પ્રગટેશ્વર ધામમાં સત્યનારાયણની કથા યોજાઈ
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૩૧ ઃ ખેરગામ તાલુકાના પાછળના મંદિર ફળિયા ખાતે સ્વયંભૂ બિરાજમાન પ્રગટ પ્રગટેશ્વર મહાદેવ- નાગનાગણ દંપતિયુક્ત સ્થાનકે શિવજીના શ્રાવણ માસ દરમિયાન દરરોજ શિવભક્તોનો ધસારો રહે છે.
પવિત્ર ગુરુવાર શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધન નિમિત્તે દમણના પ્રખર શિવભક્ત પ્રકૃતિ-અપ્પુ દંપતિ દ્વારા કથાકાર ભૂદેવ કશ્યપ જાની દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા પૂજા અર્ચના અને આરતી પ. પૂ. પરભુદાદા-રમાબાના સાનિધ્યમાં કરવામાં આવી હતી. બાદમાં સૌ ભક્તોને મહાપ્રસાદ વિતરીત કરાયો હતો. પ્રગટેશ્વર દાદા ના ગર્ભ ગૃહ-પ્રાંગણમાં ત્રણ ત્રણ દિવસ સુધી મહારાષ્ટ્રના વિવિધ નવ મંડળ અખંડ શિવ ધૂન વીણા નાદ સાથે ગુનગુણાવી ઉપાસના કરે છે. અંતિમ બે દિવસ ગુજરાતના શિવ ભક્તો અખંડ ધૂનમાં સામેલ થશે. અત્રે કોરોના કાળમાં સાયકલ પર પ્રવાસ ખેડી પ્રગટેશ્વર ધામ થીતા. ૧૦-૩-૨૦થી તામિલનાડુના શ્રીતીર્થ રામેશ્વર મંદિર સુધી સાયકલ યાત્રા કરી પરત ત્યાંથી તા. ૧૯-૬-૨૦ ઍ અખંડ રામેશ્વરમ્ જ્યોત લાવેલા જેની સ્થાપના અત્રે થયેલી છે. જેના દર્શન માટે પણ શિવભક્તો આવે છે. અખંડ શિવ ધૂન, નાગજોડુ, શ્રાવણી અખંડ દિપ જ્યોતિ ના દર્શન કરી શિવભક્તો ધન્ય બને છે. પૂજ્ય પરભુ દાદાઍ ઉપસ્થિત સૌ ભક્તોને શ્રીમન નારાયણ ધૂન સાથે ભક્તિ મહત્વ સમજાવી ધાર્મિક ભાવના પ્રબળ કરાવી હતી.
