પીપલખેડ હાઈ.ના વિદ્યાર્થીઓ લ્ઞ્જ્ત્ જિલ્લા કક્ષાની ઍથ્લેટિક્સમાં ઝળકયા
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૩૧ ઃ પીપલખેડ શ્રમજીવી સંસ્કાર સભા, બલવાડા સંચાલિત શ્રી ઍલ. આર. કોન્ટ્રાક્ટર વિદ્યાલય પીપલખેડ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓઍ મદ્રેસા હાઈસ્કૂલ, નવસારી ખાતે યોજાયેલી લ્ઞ્જ્ત્ જિલ્લા કક્ષાની ઍથ્લેટિક્સ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના કુલ ૧૪ વિદ્યાર્થીઓઍ તાલુકા કક્ષાઍ -થમ સ્થાન મેળવી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં ૭ વિદ્યાર્થીઓઍ પ્રથમ, ૪ વિદ્યાર્થીઓઍ દ્વિતીય અને ૩ વિદ્યાર્થીઓઍ તૃતીય સ્થાન પ્રા કરી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.
રાજ્ય કક્ષાઍ ભાગ લેનાર પ્રથમ ક્રમાંક પ્રા કરનાર વિદ્યાર્થીઓ ક્રિષ્ના શાંતિલાલ ગાયકવાડ – ૮૦૦ મીટર દોડ, અન્ડર-૧૯ – પ્રથમ દેવકી ભુપેન્દ્ર ભાવર – ૩૦૦૦ મીટર દોડ, અન્ડર-૧૯ – પ્રથમ દિયા મુકેશ પટેલ – ૩૦૦૦ મીટર ઝલક ચાલ, અન્ડર-૧૯ – પ્રથમ અનંત કલ્પેશ માહલા – ૫૦૦૦ મીટર ઝલક ચાલ, અન્ડર-૧૭ – પ્રથમ ભાર્ગવ હસમુખ ગાયકવાડ – બીગનો દોડ, અન્ડર-૧૭ – પ્રથમ નૈતિક મહેશ ગાવીત – ૪૦૦ મીટર વિઘ્નદોડ, અન્ડર-૧૭ – પ્રથમ અવિનાશ સાયરસ – વિઘ્નદોડ, અન્ડર-૧૯ – પ્રથમ આ તમામ વિદ્યાર્થીઓ હવે રાજ્ય કક્ષાની લ્ઞ્જ્ત્ ઍથ્લેટિક્સ સ્પર્ધામાં ભાગ લેશે. દ્વિતીય સ્થાન પ્રા કરનાર વિદ્યાર્થીઓ દિવ્યાંશી રસિક દળવી – ૩૦૦૦ મીટર દોડ, અન્ડર-૧૭ – દ્વિતીય રાહુલ દિનેશ ચવધરી – હથોડા ફેંક, અન્ડર-૧૯ – દ્વિતીય સલોની કલ્પેશ દીવા – ઊંચી કૂદ, અન્ડર-૧૯ – દ્વિતીય તૃતીય સ્થાન પ્રા કરનાર વિદ્યાર્થીઓ મિહિર નવીન ગાંગોડા – ૫૦૦૦ મીટર ઝલક ચાલ, અન્ડર-૧૭ – તૃતીય હાર્દિક હરિભાઈ – ૫૦૦૦ મીટર દોડ, અન્ડર-૧૯ – તૃતીય સ્મિત રાજેન્દ્ર તુંમડા – હથોડા ફેંક, અન્ડર-૧૭ – તૃતીય શાળાના વિદ્યાર્થીઓની આ સિદ્ધિ બદલ મંડળના પ્રમુખ ઉત્તમભાઈ, ઉપપ્રમુખ પરષોત્તમભાઈ અને મંત્રી જયંતીભાઈ તેમજ શાળાના આચાર્ય શૈલેષભાઈ દ્વારા તમામ વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને સફળતા અપાવવામાં માર્ગદર્શન અને મહેનત બદલ શાળાના પી.ટી. શિક્ષિકા કલાવતીબેન, સચિનભાઈ અને હિરેનભાઈઍ પણ વિદ્યાર્થીઓને અભિનંદન આપી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
