Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

ખેરગામથી શ્રીજી પ્રતિમાને ધારાસભ્ય અરવિંદભાઈના હસ્તે પ્રસ્થાન કરાવાઈ

ખેરગામથી શ્રીજી પ્રતિમાને ધારાસભ્ય અરવિંદભાઈના હસ્તે પ્રસ્થાન કરાવાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૩૧ ઃ દસ દિવસીય ગણેશોત્સવનું ઠેર ઠેર ભવ્ય આયોજન થઈ રહ્નાં છે, અટગામના રોજાસામર ફળિયા ખાતે સ્થાપિત થનારી ભવ્ય ગણેશ પ્રતિમાની શોભાયાત્રા બાબાસાહેબ વર્તુળ- ખેરગામથી ૧૭૮-ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના વરદ હસ્તે વલસાડ જિલ્લા પંચાયત સભ્ય હેમલતા - માજી સરપંચ અશોકભાઈ અને પુત્ર રવિ દંપતિ દ્વારા (સાર્વજનિક મંડળ રોજાસામર પ્રમુખ) પૂજા અર્ચના આરતી કરવામાં આવ્યાં બાદ અતિ ભવ્ય રીતે રોકી સ્ટાર બુલેટ ડીજે સાથે પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. જેને જિલ્લા પંચાયતના માજી પ્રમુખ ભીખુભાઈ, માજી સરપંચ કાર્તિક તાપં સભ્ય ચેતન,જીજ્ઞેશ વિ. આગેવાનોઍ પણ વિદાય આપી હતી.
નવા રોડ ખાતે જમા શાળા -સેગવા તરફ જતા ઍક બાજુનો રસ્તો બંધ કરી બીજી બાજુના રસ્તે અવરજવર ચાલુ રખાવી અટગામ સેગવાના યુવા સેવકો  સારી સેવા બજાવી પોલીસતંત્ર વિના સરળ વ્યવસ્થા જાળવી હતી. રોકી સ્ટાર બુલેટનું દક્ષિણ ગુજરાતમાં નામ છે જેને સાંભળવા, પ્રકાશ વ્યવસ્થા જોવા અને ગાનારા સાથે તાલબદ્ધ નાચવા ઝૂમવા માટે સેકડો યુવા હૈયા અથાક અવિરત નૃત્યો કરતા હતા. ખેરગામથી લગભગ છ વાગ્યે પ્રસ્થાન થયેલ ગણેશ આગમન યાત્રા રોજાસામર ખાતે રાતે ૧૧ઃ૩૦ આસપાસ પહોંચી હતી જેને જોવા માટે હજારો લોકો ઘસારો કરતા હતા. સેગવા પ્રા. શાળા પાસે સાર્વજનિક યુવક મંડળે વિશેષ ઝગમગતો આગમન પંડાલ બનાવ્યો હતો.