Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

બુટલાવમાં કલેકટરે સ્થાનિક પ્રશ્નો તથા સરકારી સેવાઓ અંગે માહિતી મેળવી

બુટલાવમાં કલેકટરે  સ્થાનિક પ્રશ્નો તથા  સરકારી સેવાઓ અંગે માહિતી મેળવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૩૧ ઃ નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીઍ વહેલી સવારે નવસારી તાલુકાના બુટલાવ ગ્રામ પંચાયતની આકસ્મિક મુલાકાત લઈ ગ્રામ્ય વિસ્તારની વાસ્તવિક પરિસ્થિતિનો સીધો તાગ મેળવ્યો હતો. કલેક્ટરઍ ગ્રામ પંચાયત ખાતે તલાટી કમ મંત્રી તથા સરપંચ સાથે મુલાકાત કરી ગામમાં ચાલી રહેલી વિવિધ કામગીરી, સ્થાનિક પ્રશ્નો તથા નાગરિકોને મળી રહેલી સરકારી સેવાઓ અંગે માહિતી મેળવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીઍ ગામના આગેવાનો સાથે સીધો સંવાદ કરી તેમની રજૂઆતો અને પ્રશ્નો સાંભળ્યા હતા.  રજૂ કરવામાં આવેલા પ્રશ્નોને ગંભીરતાપૂર્વક સાંભળી કલેક્ટરઍ સંબંધિત સ્થળોની મુલાકાત લઈ પરિસ્થિતિનું જાત નિરીક્ષણ કર્યું હતું.
 ક્લેક્ટર મનીષ ગુરવાની સમક્ષ  રજૂ થયેલા ભૂમિ સીમાંકન  લગત પ્રશ્નોના ઝડપી અને અસરકારક નિરાકરણ માટે કલેક્ટરઍ ઉપસ્થિત સંબંધિત અધિકારીઓને જરૂરી સ્થળ તપાસ કરી નિયમોનુસાર સમયબદ્ધ રીતે પ્રશ્નોનો નિકાલ કરવા તેમજ કામગીરીની નિયમિત દેખરેખ રાખવા કડક સૂચનાઓ આપી હતી.
કલેક્ટર મનીષ ગુરવાનીના આ આકસ્મિક મુલાકાતથી ગ્રામજનોમાં પણ પ્રશાસન પ્રત્યે વિશ્વાસની લાગણી વધુ મજબૂત બની હતી. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારના નાગરિકોની સમસ્યાઓને સ્થળ પર જઈ સમજી તેનો ત્વરિત ઉકેલ લાવવાની દિશામાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્ના છે.
 કલેકટર મનીષ ગુર વાનીના ગ્રામ્ય મુલાકાત દરમિયાન સરપંચ ગીતાબેન ગણેશભાઈ હળપતિ, ઉપસરપંચ ધર્મેશભાઈ ખંડુભાઈ પટેલ, ઈ.ચા. તલાટી જીતુભાઈ ડી રાઠોડ, તાલુકા નાયબ મામલતદાર ગીતાબેન મકાવાના, ઈ.ચા સર્કલ ઓફિસર જીજ્ઞેશ ઍ. પટેલ હાજર રહ્ના હતાં.