ઉમરગામ હિંગના જથ્થાની તપાસ, રૂ. ૨૬ લાખનો પાઉડર સિઝ કરાયો
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૩૧ ઃ વલસાડ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ઉમરગામ તાલુકાની જીઆઈડીસી ખાતે પ્લોટ નં. ૨૮૩૭માં આવેલી ચ્રુફૂશ્વ ઞ્શ્વફૂફૂઁ જ્ંંફુ પ્શ્િં. ઘ્ં., ખાતે રૂબરૂ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, આ પેઢી દ્વારા ચ્સ્ચ્ય્ચ્લ્વ્ જ્ંંફુ ભ્શ્વંફુ્યણૂદ્દસ્ન્ ભ્રુદ્દ. ન્દ્દફુ. માટે હિંગનું જોબવર્ક કરવામાં આવે છે, જેથી તપાસ દરમિયાન ઉપલબ્ધ હિંગના જથ્થામાંથી ફૂડ સેફટી ઓફિસર દ્વારા નમૂના લેવામાં આવ્યા હતા. જેને પૃથ્થકરણ અર્થે રૂબરૂ રાજકોટ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે. નમૂનાઓનો પૃથ્થકરણ અહેવાલ -ા થયા બાદ અહેવાલના આધારે ખાદ્ય સલામતી અને ધોરણો અધિનિયમ, ૨૦૦૬ તથા તે હેઠળના નિયમો/વિનિયમો મુજબ આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તપાસ દરમિયાન ચ્રુફૂશ્વ ઞ્શ્વફૂફૂઁ જ્ંંફુ પ્શ્િં. ઘ્ં. ખાતે કુલ ૪,૬૬૮.૮ કિગ્રા હિંગ પાઉડરનો જથ્થો, જેની કુલ કિંમત રૂ. ૨૬,૮૧,૩૪૦/- થાય છે, તે સીઝ કરવામાં આવ્યો છે. જેમાં ળ્ફૂશ્રશ્રંરૂ ણ્જ્ઞ્િઁં ભ્ંરૂફુફૂશ્વ (ન્ંંસ્ન્ફૂ)નો ૧,૧૯૯.૪ કિગ્રા જથ્થો, જેની કિંમત રૂ. ૫,૯૯,૭૦૦/- છે, તેમજ ર્ગ્શ્રીણૂત્ત્ ણ્જ્ઞ્િઁં ભ્ંરૂફુફૂશ્વ (ન્ંંસ્ન્ફૂ)નો ૩,૪૬૯.૪ કિગ્રા જથ્થો, જેની કિંમત રૂ. ૨૦,૮૧,૬૪૦ થાય છે.આમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કુલ ૪,૬૬૮.૮ કિગ્રા હિંગ પાઉડરનો જથ્થો સીઝ કરી, તેના ચ્ઁશ્ંશ્વણૂફૂફૂઁદ્દ ર્લ્ીષ્ટશ્રફૂસ્ન્ પૃથ્થકરણ અર્થે રાજકોટ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યો છે. પૃથ્થકરણ અહેવાલ પ્રા થયા બાદ નિયમોનુસાર આગળની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
