ડુંગરીના અસરગ્રસ્ત ખેડૂતોને હાઈકોર્ટ તરફથી રાહત
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ નેશનલ હાઈવે ૪૮ પર આવેલા ડુંગરી ગામના અસરગ્રસ્ત ખેડૂતો અને મિલકતધારકો માટે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશો મુજબ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (ફણ્ખ્ત્) દ્વારા હાઈવેના સેન્ટર પોઈન્ટથી ૪૦ મીટરમાં રહેઠાણો અને ૭૦ મીટરમાં હોટેલ-ધાબા જેવા બાંધકામો હટાવવા માટે નોટિસો ફટકારવામાં આવી હતી, જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવી હતી. અરજદારો વતી જાણીતા ધારાશાસ્ત્રી આનંદભાઈ યાજ્ઞિકે ધારદાર રજૂઆત કરી હતી કે અસરગ્રસ્તોની જમીનનું કાયદેસર સંપાદન થયું નથી. તેથી આ જમીન નેશનલ હાઈવેની માલિકીની ન ગણાય અને ફણ્ખ્ત્ દ્વારા આપવામાં આવેલી નોટિસ કાયદાકીય રીતે ટકી શકે નહીં. હાઇકોર્ટે નોંધ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિયમ મુજબ અસરગ્રસ્ત પક્ષકારોને સાંભળવા જરૂરી છે.
કોર્ટના નિર્દેશ મુજબ આગામી ૭મી સપ્ટેમ્બર સુધીમાં અરજદારોની રજૂઆત સાંભળીને ૧૬મી સપ્ટેમ્બર સુધીમાં નોટિસની કાયદેસરતા અંગે નિર્ણય કરવાનો રહેશે. ગુજરાત હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ૧૬ સપ્ટેમ્બર સુધી અરજદારોની મિલકતો સામે કોઈ પણ -કારની તોડફોડની કાર્યવાહી કરવામાં આવશે નહીં, જે બાબતનો ફણ્ખ્ત્ ના વકીલે પણ સ્વીકાર કર્યો છે. જોકે, આ રાહત અને મનાઈ હુકમ માત્ર હાઇકોર્ટમાં ગયેલા અરજદારોને જ લાગુ પડશે. જે વ્યક્તિઓ કોર્ટમાં પહોંચ્યા નથી તેમની મિલકતો સામે ફણ્ખ્ત્ ગમે ત્યારે નિયમ મુજબ કાર્યવાહી કરી શકે છે. આ સમગ્ર પ્રક્રિયા અને કાનૂની લડતમાં રૂપેશભાઈઍ પણ મહત્વપૂર્ણ જહેમત ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે ઍડવોકેટ આનંદભાઈ યાજ્ઞિક છેલ્લા ઘણા સમયથી વલસાડ વિભાગ ખેડૂત સમાજ હેઠળ વડોદરા-મુંબઈ ઍક્સપ્રેસ-વે ૧૨૦૦ ખેડૂતો, બુલેટ ટ્રેન ૪૦૦ ખેડૂતો તેમજ પાવરગ્રીડ પ્રોજેક્ટના અસંખ્ય અસરગ્રસ્તોના કાનૂની સહારો બની અસરકારક સેવા આપી રહ્ના છે.
