Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

બલિઠા અન્ડબ્રીજ અને ચલાનો સર્વિસ રોડ પહોળો કરાશે

બલિઠા અન્ડબ્રીજ અને ચલાનો સર્વિસ રોડ પહોળો કરાશે


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ વાપી મહાનગરપાલિકાની સામાન્ય સભાની મહત્વપૂર્ણ બેઠક આજે તારીખ ૩૧ ઓગસ્ટ અને સોમવારના રોજ સવારે ૧૧ઃ૩૦ કલાકે મેયર દક્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને મોરારજી દેસાઈ શોપિંગ સેન્ટરના બીજા માળે આવેલા મીટિંગ હોલ ખાતે યોજાઈ હતી. જેમા વાપી શહેરના માળખાકીય વિકાસ, પાણી પુરવઠો, સેનિટેશન, માર્ગ વ્યવસ્થા, આવાસ અને મહાનગરપાલિકાના વહીવટી માળખાને વધુ સુદૃઢ બનાવતા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સભામાં ચર્ચા થઈ હતી અને મોટા ભાગના તમામ ઍજન્ડા મુદ્દાઓને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
સ્થાયી સમિતિની ભલામણ મુજબ વાપી મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલી વહીવટી ખર્ચની ગ્રાન્ટ અંતર્ગતના કામોને મંજૂરી આપવામાં આવી હતી. શહેરમાં પાણી પુરવઠા અને સેનિટેશન વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી જરૂરી સરકારી જમીન મહાનગરપાલિકાને ઉપલબ્ધ કરાવવા માટે કલેક્ટરને કરવામાં આવેલી દરખાસ્તને પણ સભાઍ સર્વાનુમતે મંજૂરી આપી હતી. આ નિર્ણયથી ભવિષ્યમાં પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત સુવિધાઓના આયોજન અને વિસ્તરણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ વિકસાવવાનો માર્ગ વધુ સરળ બનશે. બલીઠા ખાતે કાર્યરત નવા અન્ડરપાસથી કસ્ટમ ફ્રન્ટિયર રોડને જોડતા ચલા ચોકી ફળિયા તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. ૪૮થી વલસાડ રોડને જોડતા નવા અન્ડરબ્રિજને લાગુ સર્વિસ રોડને પહોળો કરવા માટે જરૂરી રસ્તા સંપાદનની કાર્યવાહી ને બહાલી અપાઈ. આ મુદ્દે સભ્ય ખંડુભાઈ પટેલે રજૂઆત કરી હતી કે, રસ્તા પહોળા કરવાની કામગીરી દરમિયાન કોઈ ગરીબ પરિવારના ઘર કે રહેણાંક મકાનને નુકસાન ન થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે. જે અંગે ડેપ્યુટી મેયર મિતેશભાઈઍ જણાવ્યું હતું કે નિયમો અને સરકાર દ્વારા નિયત ધારાધોરણો મુજબ જ કરવામાં આવશે તથા સંપાદનની જરૂરી કાર્યવાહી દરમિયાન અસરગ્રસ્તોને નિયમોનુસાર યોગ્ય વળતર ચૂકવવામાં આવશે.
તેમજ વાપી મનપામા સિંગલ ટેન્ડર પ્રથા બંધ થવી જોઈઍ તેમજ વર્ષોથી નવો બની રહેલો રેલવે ઓવરબ્રિજને લઈ લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ તાત્કાલિક કામગીરી ઝડપી બનાવવાની માંગ કરી હતી.
જે અંગે ડેપ્યુટી મેયર મિતેશભાઈ જણાવ્યું હતું કે આ કામગીરી આરઍનબી માં આવે છે અને આ અંગેની રજૂઆત અગાઉ કરી છે જેને લઇ હાલમાં ૭૦ જેટલા કામદારો બ્રિજના કામ કરી રહ્ના છે અને ચોમાસાની સિઝનને લઈ કામગીરી થોડી ધીમી થઈ રહી છે પરંતુ આવનારા દિવસોમાં ઝડપી બનાવી આ બ્રિજની કામગીરી પૂર્ણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. તેમજ વાપી મનપા વિસ્તારમાં સાફ સફાઈની કામગીરી ખૂબ જ નબળી હોવાને લઈ દરેક વોર્ડમાંથી લોકોની બૂમ પડી રહી છે જેને ધ્યાને લઈ દરેક વોર્ડમાં ઍજન્સીઓ મારફતે નવા કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તેમજ વાપીમાં હિન્દુઓને મુસ્લિમોના તહેવાર દરમિયાન જ પાણી બંધ થતું હોવાની રજૂઆત વિરોધ પક્ષના સભ્ય ખંડુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.
વાપી મહાનગરપાલિકા હસ્તકની વર્ગ-૩ની જગ્યાઓ માટે તૈયાર કરવામાં આવેલા ભરતી તથા બઢતીના નિયમોને પણ સામાન્ય સભા દ્વારા સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. સભાના અંતિમ ઍજન્ડા મુદ્દા તરીકે તા. ૨૧/૦૮/૨૦૨૬ની સ્થાયી સમિતિની ભલામણ મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના  ૨.૦ અંતર્ગત ખ્ણ્ભ્  પ્રોજેક્ટના ઝ઼ભ્ય્ને બહાલી આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ચર્ચા બાદ પ્રોજેક્ટના ઝ઼ભ્ય્ને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. આ નિર્ણયથી વાપી શહેરમાં આવાસની જરૂરિયાત ધરાવતા પાત્ર લાભાર્થીઓ માટે ભવિષ્યમાં વધુ સુવિધાયુક્ત અને આયોજનબદ્ધ આવાસ વ્યવસ્થા ઊભી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. ગીતાનગર પ્રાથમિક શાળાના નવા મકાન માટે  સભ્ય અજય મહેતા દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આ અંગે ડેપ્યુટી મેયર મિતેશભાઈ દેસાઈઍ જણાવ્યું હતું કે નવી શાળાના મકાનના નિર્માણ માટે યોગ્ય સ્થળે જરૂરી જમીનની ઉપલબ્ધતા જરૂરી છે.
આ બેઠકમાં સ્થાયી સમિતિના ચેરમેન સતીશભાઈ પટેલ, શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ, દંડકશ્રીમતી સુનીતાબેન તિવારી, વિરોધ પક્ષના નેતા પીરમહંમદ મકરાણી, કમિશ્નર ઍન.ઍફ. ચૌધરી,  નાયબ કમિશ્નર કિરણસિંહ રણા, નાયબ કમિશ્નર વિશાલ પટેલ સહિત વિવિધ શાખાના વિભાગીય અધિકારીઓ, અધિકારી-કર્મચારીઓ તથા ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.