Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાઍ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન ઉજવી

વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાઍ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધી રક્ષાબંધન ઉજવી


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી તેમજ   વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ગાંધીનગર માં  રાખડી  રક્ષાસૂત્ર બાંધી તેમના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મંગલ કામના કરી હતી. ગાંધીનગરના રાજભવન હોલ માં આયોજિત વિશેષ કાર્યક્રમમાં વલસાડ જિલ્લાની મહિલા મોરચાની બહેનોઍ મુખ્યમંત્રી ને  રક્ષાસૂત્ર બાંધી તેમના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મંગલ કામના કરી હતી.ગુજરાત ભાજપ પ્રદેશ મંત્રી સોનલબેન સોલંકી (જૈન ) પણ રક્ષાબંધન પર્વ નિમિત્તે ગુજરાતનો મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રક્ષાસૂત્ર બાંધી તેમના સુખ, સમૃદ્ધિ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્ય માટે મંગલ કામના કરી હતી. તેમજ વલસાડ જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ  પ્રવિણાબેન પટેલ, મહામંત્રી  મનિષાબેન પ્રીતમનાની,  ફાલ્ગુની મહારાજ તેમજ જિલ્લાના વિવિધ મંડલોના મહિલા મોરચાના પ્રમુખો અને મોટી સંખ્યામાં કાર્યકર્તા બહેનો હાજર રહ્ના હતા. મહિલા મોરચાની બહેનો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી રક્ષાબંધન પૂર્વે ગાંધીનગર જઈ મુખ્યમંત્રીને  રાખડી બાંધવાની આ પરંપરા ઉત્સાહપૂર્વક જાળવી રાખવામાં આવી છે. ગાંધીનગર ઉપરાંત વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલયમાં પણ કાર્યકર્તાઓ દ્વારા રક્ષાબંધન પર્વની પારંપરિક ઉજવણી કરવામાં આવી હતી.