Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વલસાડની કોલેજમાં જિલ્લાકક્ષાનો સંસ્કૃત સાહિત્ય દિવસ ઉજવાયો

વલસાડની કોલેજમાં જિલ્લાકક્ષાનો સંસ્કૃત સાહિત્ય દિવસ ઉજવાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ સંસ્કૃત સાહ-૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે વલસાડ શ્રીમતી જે.પી. શ્રોફ આર્ટ્સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો સંસ્કૃત સાહિત્ય દિવસ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે કોલેજના સંસ્કૃત વિભાગ દ્વારા સંસ્કૃત ભાષા અને સાહિત્યની સમૃદ્ધ પરંપરાની ઝાંખી કરાવતું વિશેષ સંસ્કૃત સાહિત્ય પ્રદર્શન યોજાયું હતું.
સંસ્કૃત સાહિત્ય પ્રદર્શનનું ઉદ્ઘાટન વલસાડના પ્રાંત અધિકારી વિમલભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી ઍલ. ટંડેલ ઉપસ્થિત રહ્ના હતા. પ્રદર્શનમાં સંસ્કૃત ભાષાના વિવિધ મહાકાવ્યો, પ્રાચીન તથા અર્વાચીન ગ્રંથો, પુસ્તકો, સાહિત્યિક કૃતિઓ, વિવિધ લેખો તેમજ સંસ્કૃત ભાષાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરતી સામગ્રી રજૂ કરવામાં આવી હતી.
કોલેજના સંસ્કૃત વિભાગના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લઈ વિવિધ સાહિત્યિક કૃતિઓ તથા સંસ્કૃત સાહિત્ય અંગેની માહિતીનું સંકલન કરી પ્રદર્શનને સુંદર અને આકર્ષક સ્વરૂપ આપ્યું હતું. પ્રદર્શન દ્વારા મુલાકાતીઓને સંસ્કૃત ભાષાની સમૃદ્ધ સાહિત્યિક પરંપરા તથા ભારતીય જ્ઞાન અને સંસ્કૃતિમાં તેના મહત્વની જાણકારી મળી હતી.
કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત વિવિધ શાળાના વિદ્યાર્થીઓઍ પણ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીઓઍ વિવિધ પુસ્તકો, ગ્રંથો અને સાહિત્યિક કૃતિઓને રસપૂર્વક નિહાળી સંસ્કૃત ભાષા તથા સાહિત્ય વિશે નવી માહિતી મેળવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં સંસ્કૃત પ્રત્યે ઉત્સાહ, જિજ્ઞાસા અને ગૌરવની લાગણી જોવા મળી હતી.
સંસ્કૃત સાહ અંતર્ગત આયોજિત આ કાર્યક્રમ દ્વારા નવી પેઢીને સંસ્કૃતના સમૃદ્ધ જ્ઞાન, સાહિત્ય અને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો તથા સંસ્કૃત ભાષા પ્રત્યે સકારાત્મક અભિગમ કેળવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ નિરીક્ષક અપેક્ષાબેન પટેલ, સંસ્કૃત સાહિત્ય સાહના નોડલ તેજલબેન પટેલ, બીઆરસી કો-ઓર્ડિનેટર મિતેશભાઈ પટેલ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક તેજસભાઈ પટેલ તથા અક્ષયભાઈ આહિર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્ના હતા.