Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વલસાડની શાહ ઍન.ઍચ. કોલેજમાં અધ્યાપક સજ્જતા કાર્યક્રમ યોજાયો

વલસાડની શાહ ઍન.ઍચ. કોલેજમાં અધ્યાપક સજ્જતા કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ વલસાડની શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ વલસાડમાં તમામ અધ્યાપકો વર્તમાન શૈક્ષણિક પ્રવાહોથી સતત અપડેટ રહે તે માટે ઇન્ચાર્જ આચાર્ય વિજયભાઈ ચાંપાનેરીના પ્રમુખ પદે અધ્યાપક સજ્જતા કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રોગ્રામના રિસોર્સ  પર્સન તરીકે આ જ કોલેજના પૂર્વ આચાર્ય ડો. જે. ઍમ. નાયકે સેવા આપી હતી. ડો. નાયકે સિલેબસથી કરિયર ઘડતર વિષય પર અધ્યાપકોને સંબોધન કર્ય હતું. વર્તમાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુગમાં ઍઆઈ હજી વધુ શક્તિશાળી બનશે પરંતુ અધ્યાપકોનું ઍ આઈ  લઈ શકશે નહીં. પ્રિન્સિપાલ વિજયભાઈ ચાંપાનેરીઍ વક્તાને શાબ્દિક આવકાર આપી -ાસંગિક ઉદબોધન કરી પુસ્તક રૂપી પુષ્પથી સ્વાગત કર્યું હતું. પ્રા. ડો. જરીવાલાઍ  સભા સંચાલન અને પ્રા. નીલમબેને આભાર વિધિ કરી હતી.