Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વલસાડ જિલ્લાના રમતવીરોઍ ખેલ મહાકુંભમાં ભાગ લેવા જાગ

વલસાડ જિલ્લાના રમતવીરોઍ ખેલ મહાકુંભમાં ભાગ લેવા જાગ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ખેલ મહાકુંભ ૨૦૨૬ નું આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલમહાકુંભમાં શાળા/ગ્રામ્ય, તાલુકા/ઝોનકક્ષા, જિલ્લા/મહાનગરપાલિકા કક્ષા, ઝોન કક્ષા (ટીમ રમત) અને રાજયકક્ષાની ભાઈઓ/બહેનો રમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં અં-૯, અં-૧૧, અં-૧૪ અને અં-૧૭, ઓપન ઍજગૃપ, ૪૦ વર્ષની ઉપર અને ૬૦ વર્ષથી ઉપરની વયજૂથોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
 ખેલ મહાકુંભ ૨૦૨૬નું રજીસ્ટ્રેશન તા.૨૯/૦૮/૨૦૨૬થી શરૂ કરવામાં આવ્યું છે. જે  તા.૨૨/૦૯/૨૦૨૬ સાંજે ૬ૅં૦૦ કલાક સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન થઈ શકશે. આ  સ્પર્ધામાં ભાગ લેવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેની વેબસાઈટ ત્ર્દ્દદ્દષ્ટસ્ન્ૅં//ત્ત્ત્ર્ફૂર્શ્રૃર્ત્ર્ીત્ત્્યૃણુત્ર્.્યિંસ્ર્ત્ર્ીર્શ્વીદ્દ.િંંરુ.જ્ઞ્ઁ  પરથી થઈ શકશે. રજીસ્ટ્રેશન અંગે કોઈપણ સમસ્યા બાબતે રાજય સ્તરે ટોલ ફી નંબર-૧૮૦૦ ૨૭૪ ૬૧૫૧ ઉપર સંપર્ક કરવાથી માર્ગદર્શન પુરું પાડવામાં આવશે. વધુ માહિતી માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પિતૃ સદન બંગલો ૩૫-ખ્, રણછોડજી નગર, હીરો શોરૂમના પાછળ, ધરમપુર રોડ, વલસાડ પર સંપર્ક કરવા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.