Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વાપી મનપા મેયરનું વોર્ડ કચેરીઓનું નિરીક્ષણ કર્યુ

વાપી મનપા મેયરનું વોર્ડ કચેરીઓનું નિરીક્ષણ કર્યુ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ  વાપી મહાનગરપાલિકાના મેયર  દક્ષાબેન પટેલ દ્વારા મહાનગરપાલિકાની મોરાઈ, કુંતા અને વટાર ખાતે આવેલી વિવિધ વોર્ડ કચેરીઓની મુલાકાત લેવામાં આવી હતી.
મુલાકાત દરમિયાન મેયર દ્વારા વિવિધ વિભાગોની કામગીરીનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. કચેરીઓમાં ઉપસ્થિત કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમને કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. નાગરિકોને વધુ ઝડપી, અસરકારક અને ગુણવત્તાયુક્ત સેવાઓ મળી રહે, શહેરનો સર્વાંગી વિકાસ થાય અને વહીવટ વધુ સુવ્યવસ્થિત બને તે માટે મહાનગરપાલિકા સતત કાર્યરત અને પ્રતિબદ્ધ હોવાનું મેયરે જણાવ્યું હતું. નાગરિકલક્ષી સેવાઓને વધુ સશક્ત બનાવવા માટે આ પ્રકારની મુલાકાતો સતત ચાલુ રહેશે.