વાપીની શાળા-કોલેજમાં સંસ્કૃત સાહ મહોત્સવ ઉજવાયો
- byDamanganga Times
- 01 September, 2026
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ સંસ્કૃત સાહ ૨૦૨૬ અંતર્ગત શ્રીમતી સી. ડી.જે. રોફેલ આર્ટ્સ ઍન્ડ શ્રીમતી આઈ.ઍસ.આર.ઍ કોમર્સ કોલેજ વાપીમાં પ્રિ.ડૉ.હેમાલીબેન દેસાઇના માર્ગદર્શન હેઠળ તા.૨૫/૮/૨૬ના રોજ નિવૃત્ત અધ્યાપક ડૉ. અજયભાઇ પટેલે સંસ્કૃત વ્યાકરણ વિષય ઉપર ટેકનોલોજીના માધ્યમ દ્વારા ખુબ જ સુંદર રીતે સમજ આપી વિદ્યાર્થીઓને વ્યાકરણથી માહિતગાર કર્યા હતાં.તા.૨૭/૮/૨૬ના રોજ સંસ્કૃત સુભાષિત અને ધ્યેયવાક્યોના પોસ્ટર બનાવી રસપૂર્વક ભાગ લીધો હતો.આ બન્ને દિવસ ડૉ.જયાબેન પરમારે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.
વાપી તાલુકાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા નામધા, વાપીતથા દેસાઇ ઍન.ડી.ઍન.હાઇસ્કુલ વાપી. અને માધ્યમિક શાળાચણોદ તથા વિદ્યાનિકેતન શાળા છરવાડા તથા કે.પી.વિદ્યામંદિર વાપીના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવયાત્રાના પ્રસ્થાન અને સંસ્કૃત સાહ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાયા. જેમાં ગણેશભાઈ પટેલ સ્વાગત -વિધિ, મેયરશ્રી દક્ષાબેન પટેલે આશીર્વચન, ડૉ.ઇન્દિરા પટેલે પ્રેરક વક્તવ્ય આપ્યું હતું. જેમાં આચાર્યા સ્નેહલબેન કામલી, આચાર્યા ઋચિતા સોલંકી, આચાર્યા સંગીતાબેન, અરુણ સિંગ તેમજ શાળાના શિક્ષકગણ અને લગભગ ૪૦૦ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્નાં હતાં. જેમાં સંસ્કૃતના મંત્રોચ્ચાર,ઉદઘોષથી તેમજ સંસ્કૃતના વેદો,વ્યાસ, વાલ્મીકિ જેવી અનેકવિધ વેશભૂષાની ભૂમિકા પ્રસ્તુત કરવામાં આવી હતી.
તા.૨૭/૮/૨૬ ના રોજ વિદ્યાનિકેતન શાળા છરવાડાના ડાયરેક્ટર મિતલબેન શાહની ઉપસ્થિતિમાં સંસ્કૃત ગ્રંથોનું પ્રદર્શન, રંગોળી, ચિત્રસ્પર્ધા, પોસ્ટર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.તથા ડૉ.ઇન્દિરા પટેલે સંસ્કૃત સમ્ભાષણ વ્યાખ્યાન આપી વિદ્યાર્થીઓને પ્રેરિત કર્યાં હતાં. સર્વ શિક્ષકગણના સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો હતો.
