Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વાપીની સમર્પણ જ્ઞાન સ્કૂલમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાયો

વાપીની સમર્પણ જ્ઞાન સ્કૂલમાં નેશનલ સ્પોર્ટ્સ ડે ઉજવાયો


(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વાપી, તા. ૩૧ ઃ વાપી સ્થિત સીબીઍસસી શાળા સમર્પણ જ્ઞાન સ્કૂલ ખાતે ૨૯ ઓગસ્ટના રોજ નેશનલ સ્પોર્ટ્સ ડે ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ ખાસ અવસરે બાળકોને  પ્રાર્થના સભા દરમિયાનનેશનલ સ્પોર્ટ્સ ડે, રમતગમતનું મહત્વ તેમજ મહાન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદના જીવન અને યોગદાન વિશે માહિતી આપવામાં આવી હતી.આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે વિવિધ રમતગમત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોઍ વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રમતગમતની સાથે ટીમવર્ક, શિસ્ત, આત્મવિશ્વાસઅનેનેતૃત્વનું મહત્વ અનુભવ્યું હતું.
આ પ્રસંગે શાળાના ફાઉન્ડર ટ્રસ્ટી લાયન મુકેશ પટેલે જણાવ્યું હતું કે, શાળાનો હેતુ વિદ્યાર્થીઓને માત્ર શૈક્ષણિક ક્ષેત્રે જ નહીં, પરંતુ રમતગમત સહિત દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભા વિકસાવવા માટે યોગ્ય તક અને પ્રોત્સાહન પૂરું પાડવાનો છે. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. વિવિધ રમતગમત પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓઍ આનંદ સાથે રમતભાવનાનો અનુભવ કર્યો હતો.
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલ આ ઉજવણીમાં વિદ્યાર્થીઓઍ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિવિધ રમતગમત પ્રવૃત્તિઓથી શાળાનું વાતાવરણ રમતમય બની ગયું હતું. શાળાના શિક્ષકો દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવ્યો હતો.