Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

વલસાડ શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો મહાદેવજી દર્શન કાર્યક્રમ યોજાયો

વલસાડ શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળનો મહાદેવજી દર્શન કાર્યક્રમ યોજાયો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ શ્રી માહ્નાવંશી વિદ્યાર્થી પ્રગતિ મંડળ વલસાડ દ્વારા  પ્રતિવર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસમાં મહાદેવજી દર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે નિરાંકેન્દ્ર વલસાડ ખાતેથી ૨૧૬ ભાવિક ભક્તો સાથે ૪ બસનું પ્રસ્થાન સમાજના શુભચિંતક મહાનુભાવો માં  હિનાબેન રમેશભાઈ  વાધીયા, શોભનાબેન ગિરિનભાઈ બલસારા,  કોકિલાબેન રતિલાલ બાલુભાઈ કેવાડિયા તેમજ  અરુણભાઈ લલ્લુભાઈ વજેરીયાના હસ્તે ફુલહાર તેમજ નાળિયેર વધેરી હર હર મહાદેવના નારા સાથે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
બસ વલસાડ નિરાકેન્દ્રથી નીકળી ધમડાચીમાં આવેલ વેષ્ણોદેવી માં ના દર્શને પહોંચ્યા. માંના દર્શન કરી સૌ ભાવિક ભક્તો અભિભૂત થયા બાદ  રાબડામાં  વિશ્વંભરીમાં ના દર્શન કરી ભજન કીર્તનના સથવારે ફલધરા જવા માટે રવાના થયા  અને જલારામબાપાનાં ચરણોમાં વંદન કરી, બરૂમાળમાં આવેલ સુપ્રસિદ્ધ ભાવભાવેશ્વર મહાદેવનાં દર્શને ઉપડયા હતા. બરૂમાળ પહોંચી મહાદેવજીની પુજા અર્ચના કરી,જળાભિષેક કરી પરમ શાંતિની અનુભૂતિ થઈ. નાંધઈ ખાતે આવેલ ગુપતેશ્વર મહાદેવના દર્શન કરી, સૌ ભાવિક ભકતોઍ પોતાના ટિફિનમાં લઈ ગયેલા ભોજનનો આસ્વાદ લઈ તૃ થયા હતા. ઉનાઈ ખાતે આવેલ, ગરમ પાણીનાં કુંડના પાણીથી પવિત્ર થઈ ઉનાઈમાતાને વંદન કરી, હર હર ભોલેના નાદ સાથે, અનાવલના શુકલેશ્વર મહાદેવ ના દર્શને ઉપડ્યા. મહાદેવની પૂજા અર્ચના કરી ઍમના પ્રાંગણમાં કાર્યક્રમના મહાનુભાવોનું સંસ્થાના કાર્યકરોના હસ્તે પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડી અભિવાદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત વારિષ્ઠ નાગરિકો માં  સુરેશભાઈ કેશવજી કલ્યાણી (અબ્રામા), મા.લલીતાબેન પ્રેમજીભાઈ પટેલ (મોરાભાગડા), મા.ચંચળબેન બાલુભાઈ પરમાર (પંચલાઈ પારડી) ને પુષ્પગુચ્છ અને શાલ આપી બહુમાન કરવામાં આવ્યું  હતું. આ અવસરે શીલાબેન રણજીતભાઈ પટેલ, મંજુબેન રાકેશભાઈ પટેલ (ગુંદલાવ)તેમજ હસમુખભાઈ બુધીલાલ ઉડવાડિયા (ઉદવાડા) ઍ કાર્યક્રમ માટે કરેલ અનન્ય સેવાને બિરદાવી પુષ્પગુચ્છ આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. માતાજીના ગરબાની રમઝટ સાથે સોળમાં મહાદેવજી દર્શન કાર્યક્રમની પુર્ણાહુતી થઈ હતી. મહાદેવના આશીર્વાદ લઈ  ભાવિક ભક્તો વલસાડ જવા માટે રવાના થયા અને  આખા દિવસના સુખદ પ્રસંગોને વાગોળતા વાગોળતા રાત્રે વલસાડ પહોંચી ૅહર હર મહાદેવૅ ના નાદ સાથે સૌ છુટા પડ્યા હતા સમાજના વડીલો માં  કનુભાઈ મોરે,  મનહરભાઈ સોનાવાલા, રતિલાલ કુવેકર, હસમુખભાઈ સોલંકી,  અશ્વિનભાઈ પટેલ, મહેશભાઈ પટેલ, ધીરુભાઈ વસરકર, જયંતીભાઈ સુરતી, ઉમેશભાઈ ભાગડીયા, ગીરીશભાઈ પટેલ,  અશોકભાઈ પટેલની ઉપસ્થિતિઍ સૌ કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવનાર કાર્યક્રમ ઈન્ચાર્જ ત્રિપુટી પ્રશાંતભાઈ પટેલ, વિમલભાઈ સોલંકી, હિરેનભાઈ સુરતી, ઍમને સહયોગ આપનાર સંસ્થાની યુવા ટીમ સિધ્ધિ રાઠોડ, ભૂમિ સુરતી, ધ્યાનવી ભવાની, વિની પટેલ, નિમિત મેહવાલા, ધરતી પટેલ ધ્યાન રાધારી, કાર્યક્રમનું સંચાલન કરનાર મંત્રી બિપીનભાઈ સુરતી, તમામ ભાવિક ભક્તો,દાતાઓ, કાર્યકરોનો સંસ્થાના પ્રમુખ  અનુપભાઈ મેહવાલા ર્હદયથી આભાર વ્યક્ત કર્યો હતો.