Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

વલસાડમાં પંચમુખી ગણેશજીની મૂર્તિ અને ડ્રેગન આકર્ષણનું કેન્દ્ર બન્યા

વલસાડમાં પંચમુખી ગણેશજીની મૂર્તિ અને ડ્રેગન આકર્ષણનું કેન્દ્ર બન્યા


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ શહેરમાં દર વર્ષે પોતાના અનોખા અને ભવ્ય આયોજન માટે જાણીતા ન્યુ શાકભાજી મિત્ર મંડળ વલસાડ  દ્વારા આ વર્ષે પણ ગણેશોત્સવને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દર વર્ષે શિવ પરિવારનું જીવંત પાત્ર, અઘોરી વેશભૂષા તેમજ ભગવાન શિવ-પાર્વતીની ઐતિહાસિક જાન જેવા આકર્ષણો રજૂ કરીને લોકોના દિલ જીતી લેનાર આ મંડળ આ વર્ષે પણ કંઈક વિશેષ નજરાણું રજૂ કરવા જઈ રહ્નાં છે. આ વર્ષે મંડળ દ્વારા બાપાની દિવ્ય પંચમુખી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તેની સાથે પ્રભુ શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજી   નું પાત્ર નાના બાળકોઍ  ભજવ્યો હતો અને  યાત્રામાં ૪૦ ફૂટ લાંબો ડ્રેગન શહેરના માર્ગો પર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. રાત્રે ૧૨ કલાકે વલસાડના અઝાદ ચોક પર પહોંચેલી યાત્રા દરમિયાન જય શ્રી રામ અને ગણપતિ બાપા કી જય ના નારા બાદ  પંચમુખી ગણેશજીની પ્રતિમા  મેં ખોલવામાં આવતા લોકો બાપા ની પ્રતિમા ને કેમેરામાં કેદ કરી રહ્ના હતા.  પંચમુખી ગણેશજીની મૂર્તિ નું આગમન વાજતે ગાજતે નીકળેલી તેમની યાત્રા જોવા  માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મંડળના સંચાલક અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુભાઈ મરચાંઍ વિગતો આપતાં જણાવ્યું હતું કે, વલસાડની ધર્મપ્રેમી જનતાને દર વર્ષે નવો ઉત્સાહ અને ભક્તિમય માહોલ પૂરો પાડવો ઍ મંડળનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્ના છે. તો બીજી તરફ વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ છતરીયા કા રાજા  ગણપતિ બાપા ની મૂર્તિ નું આગમન  વાજતે ગાજતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિસ્તારમાં રહેતા અને નગરપાલિકા ઉપપ્રમુખ આશુતોષ મિશ્રા, પાલિકા સભ્ય જીગ્નેશ પટેલ, સુનિલ યાદવ અને મુકેશ પટેલ ઉપસ્થિત રહ્ના હતા. છત્રીયાના રાજાનું આગમન માટે મંડળના હોદ્દેદારો સંચાલકોઍ ભારે જહેમત ઉઠાવી હતી. જોકે ઓરકેસ્ટ્રા પાર્ટીઍ ગણેશ આગમનમાં લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.