Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

ઊંટડીમાં મેગા મેડિકલ કેમ્પમાં ૯૦૦થી વધુ લોકોઍ લાભ લીધો

ઊંટડીમાં મેગા મેડિકલ કેમ્પમાં ૯૦૦થી વધુ લોકોઍ લાભ લીધો


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૧ ઃ  વલસાડ તાલુકાની ડુંગરી દૂધ ઉત્પાદન મંડળી તથા ઊંટડી ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે લોક વિદ્યાલય, ઊંટડી માં મેગા ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ  માં ૯૦૦ થી વધુ લોકોઍ લાભ લીધો હતો. કેમ્પમાં વિવિધ ક્ષેત્રના ૧૫ તબીબોની ટીમ ઉપસ્થિત રહી હતી.આર. ઍન. સી. માં કુલ ૪૧૯ આંખના દર્દીઓની તપાસ બદ જરૂરિયાત જણાતા ૩૬૯ દર્દીઓને ચશ્માંનું વિતરણ, જ્યારે ૪૩ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે જણાવવામાં આવ્યું હતું. મંડળીમાં નિયમિત દૂધ ભરતા સભાસદોને ૧૫ લાખના અકસ્માત વીમા સુરક્ષા આપવામાં આવી રહી છે.વલસાડ તાલુકાની ડુંગરી દૂધ ઉત્પાદન મંડળી તથા ઊંટડી ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે લોક વિદ્યાલય, ઊંટડી માં  મેગા ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં વિવિધ ક્ષેત્રના ૧૫ તબીબોની ટીમ ઉપસ્થિત રહી હતી અને ડુંગરી-ઊંટડી તથા આસપાસના વિસ્તારના ૯૦૦થી વધુ લોકોઍ આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન ખાસ કરીને આંખોની તપાસ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી.આર. ઍન. સી. માં કુલ ૪૧૯ આંખના દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ જરૂરિયાત જણાતા ૩૬૯ દર્દીઓને ચશ્માંનું વિતરણ કરવામાં આવ્યું હતું, જ્યારે ૪૩ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે જણાવવામાં આવ્યું હતું. કેમ્પનું ઍક મહત્વપૂર્ણ આકર્ષણ ડુંગરી દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખ  જીનેશ દેસાઈ દ્વારા દૂધ ભરતા સભાસદોને ૧૫ લાખના અકસ્માત વીમા કવચની સુવિધા આપવાની પહેલ રહી હતી. મંડળીમાં નિયમિત દૂધ ભરતા સભાસદોને આ વીમા સુરક્ષા આપવામાં આવી છે. અકસ્માતની આકસ્મિક પરિસ્થિતિમાં સભાસદો અને તેમના પરિવારને આર્થિક સુરક્ષા મળી રહે તે હેતુથી જીનેશ દેસાઈ દ્વારા આ મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી હતી. આ પ્રસંગે વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી સોનલબેન સોલંકી(જૈન) જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ તથા ધારાસભ્ય ભરતભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્ના હતા. જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સંગઠનના હોદ્દેદારો તથા સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્ના હતા.મેડિકલ કેમ્પમાં ૯૦૦થી વધુ લોકોની આરોગ્ય તપાસ સાથે આંખના દર્દીઓને ચશ્માંનું વિતરણ અને મોતિયાના દર્દીઓને આગળની સારવાર માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આરોગ્ય સેવા સાથે દૂધ ભરતા સભાસદોને ૧૫ લાખનું અકસ્માત વીમા કવચ આપીને ડુંગરી દૂધ ઉત્પાદન મંડળીના પ્રમુખ જીનેશ દેસાઈઍ સભાસદોના આરોગ્ય અને આર્થિક સુરક્ષા બંનેને પ્રાધાન્ય આપ્યું હતું.